નશામાં ધૂત કોન્સ્ટેબલને લોકોએ દોડાવી દોડાવી ઢોર માર માર્યો

નશામાં ધૂત કોન્સ્ટેબલને લોકોએ દોડાવી દોડાવી ઢોર માર માર્યો


અમદાવાદ,તા.21 ઓકટોબર 2020, બુધવાર

દારૂબંધીનો કડક અમલ કરાવવાની જેમના માથે  જવાબદારી તે પોલીસ ખુદ ચાલુ નોકરીએ ખાખી વર્દીમાં દારૂપીને જાહેરમાં ધમાલ  મચાવતા હોય તો તેમની  પાસે દારૂબંધીના અમલની શું અપેક્ષા રાખી શકાય, સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે દારૂ પીને મધરાતે ચાંદલોડિયામાં ધમાલ મચાવતાં લોકોએ તેમને લાકડીઓથી દોડાવી દોડાવીને ઢોર મારમાર્યો હતો.

સોલા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને દાણીલીમડા પોલીસ લાઇનમાં રહેતા સુનીલસિંહ સુરેશસિંહ ચૌહાણ (ઉ.વ.૩૩) ગઇકાલે  ફરજ ઉપર હાજર હતા  ત્યારે  રાત્રે  ૧૨.૪૫ વાગે ચા પીવા માટે ચાંદલોડિયા વિસ્તારમાં ગયા હતા. જ્યાં બ્રિજ પાસે આવેલી બ્રહ્માણી પાન પાર્લર પાસે લોકોનું ટોળુ હતું,  નશામાં ધૂત કોન્સ્ટેબલે બાઇક ઉભુ રાખ્યું હતું ત્યાં બે વ્યક્તિ નજીક ઉભા રહીને વાતો કરતા હોવાથી તેઓને સોશિયલ ડિસ્ટન્સની વાત કરીને ત્યાંથી જતા રહેવા માટે કહેતા મુદ્દે તકરાર થઇ હતી.

નશામાં ધૂત કોન્સ્ટેબલે ભાન ભુલીને ધમાલ મચાવતા લોકો સાથે મારા મારી થઇ હતી, ત્યારબાદ ચાંદલોડિયા બ્રિજ તરફથી દસ લોકો લાકડીઓ લઇ આવીને કોન્સ્ટેબલને ગાળો બોલીને દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ  ઘ ટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો.  આ બનાવ અંગે સોલા પોલીસે દસ લોકો સામે  રાયોટિેગ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને એક સગીર અને મયુર રાવળ તથા સાગર ચુનીલાલ પટેલ તેમજ દિપેન મહેન્દ્રભાઇ મારુ અને હાર્દિક ઠક્કર તથા કલ્પેશ ચંદુભાઇ રાવળની ધરપકડ કરી હતી અને કોન્સ્ટેબલ સામે પણ દારૂ પીવાનો કેસ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

સોલા પોલીસ સ્ટેશનના પોલીસ  ઇન્સ્પેકટર, જે.પી. જાડેજાના જણાવ્યા મુજબ  દારૂ પીવાની ટેવ ધરાવતા પોલીસ કોન્સ્ટેબલે ૨૦૧૮માં દારૂ પીને મધરાતે ખાડિયા વિસ્તારમાં જાહેર રોડ ઉપર  ટ્રાવેલ્સ રોકીને  પેસેન્જરોને નીચે ઉતારવાનું કહીને ધમાલ મચાવી હતી જે તે સમયે તેની સામે ખાડિયા પોલીસે ગુનો નોધ્યો હતો તેમજ દોઢ વર્ષ પહેલા ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે પણ દારૂ પીને ધમાલ મચાવી હતી જો કે સમાધાન થતાં ગુનો નોધાયો ન હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34iQK2t

0 Response to "નશામાં ધૂત કોન્સ્ટેબલને લોકોએ દોડાવી દોડાવી ઢોર માર માર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel