ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ


- કોંગ્રેસના બે સહિત ૬ ઉમેદવારે ફોર્મ ભર્યા : કુલ ૧૧ ઉમેદવારે ફોર્મ ભર્યા : અત્યાર સુધીમાં ૪૭ ઉમેદવારી ફોર્મનો ઉપાડ 

ભાવનગર, તા. 15 ઓક્ટોબર 2020, ગુરૂવાર 


ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ગુરૂવારે કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે શુક્રવારે અંતિમ દિવસ છે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે નહી ત્યારે શુક્રવારે કેટલા ઉમેદવાર ફોર્મ ભરે છે ? તેની રાહ જોવી જ રહી. મુખ્ય રાજકીય પક્ષ સહિત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવા ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. 

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા. ૩ નવેમ્બર ર૦ર૦ના રોજ યોજાશે. આ પેટા ચૂંટણી માટે ગત તા. ૯ ઓકટોબરે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. આજે ગુરૂવારે કોંગ્રેસના ઉમેદવાર મોહન શંકરભાઈ સોલંકીએ ચાર ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. 

આ ઉપરાંત કોંગ્રેસના ડમી ઉમેદવાર મુકેશ પુનાભાઈ શ્રીમાળીએ પણ ૪ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જયારે પાંચ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા પરંતુ તેમા એક અપક્ષ ઉમેદવારે બે દિવસ પૂર્વે પણ ફોર્મ ભર્યુ હતું. તેઓએ વધારાનુ ફોર્મ ભર્યુ હતુ એટલે કે આજે કોંગ્રેસ સહિત ૬ ઉમેદવારે ફોર્મ ભર્યા હતાં. અત્યાર સુધીમાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૧૧ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. 

ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૬ ઓકટોબર છે તેથી આવતીકાલે શુક્રવારે ફોર્મ ભરવોનો અંતિમ દિવસ છે. બપોરના ૩ કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે નહી. અત્યાર સુધીમાં કુલ ૪૭ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હોવાનુ જાણવા મળેલ છે ત્યારે કેટલા ઉમેદવાર પેટા ચૂંટણી લડશે ? તે જોવુ જ રહ્યું. આગામી તા. ૧૭ ઓકટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે.

આગામી તા. ૧૯ ઓકટોબરે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે તેથી આ દિવસે ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે. કેટલાક અપક્ષ ઉમેદવાર અંતિમ સમયે ફોર્મ પરત પણ ખેંચી લેતા હોય છે ત્યારે ખરેખર કેટલા ઉમેદવાર પેટા ચૂંટણી લડે છે ? તે આગામી  દિવસોમાં જાણવા મળશે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/350BXbH

0 Response to "ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel