પશ્ચિમ કચ્છમાં કાયદો-વ્યવસ્થા કથળ્યા, બે મહિનામાં જ હત્યાનો પાંચમો બનાવ

પશ્ચિમ કચ્છમાં કાયદો-વ્યવસ્થા કથળ્યા, બે મહિનામાં જ હત્યાનો પાંચમો બનાવ


- હત્યા ઉપરાંત ચોરી, લુંટ, મારામારી, છેડતી સહિતના બનાવોની પણ કોઈ જ કમી નથીઃ પોલીસ કડક નહિં બને તો આવા બનાવો વધશે  

ભુજ, તા. 20 ઓક્ટોબર 2020, મંગળવાર

કચ્છમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા હોય તેમ છેલ્લા દોઢેક માસમાં જ હત્યાનો આજે પાંચમો બનાવ બનવા પામ્યો હતો. પોલીસની કડકાઈના અભાવે હત્યા ઉપરાંત ચોરી, લુંટ, મારામારી અને છેડતી સહિતના બનાવો પણ ઓછા નથી બન્યા.

ગત મહિને ભુજ તાલુકાના કુકમામાં દારૂના ડખ્ખા મામલે યુવાનની હત્યા કરી નખાઈ હતી. ત્યારબાદ, ભુજના સુખપર ગામે મહિલાની કરપીણ હત્યા, લખપતના ગુનેરીમાં દાટી દેવાયેલી લાશ મળી આવી અને થોડા દિવસો પહેલા ફરાદી ગામના સીમાડામાં વડોદરાના યુવાનનું ખુન અને આજે ભુજમાં પાર્ટી પ્લોટના માળીની કોઈએ નિપજાવેલી હત્યા આમ ટુંકા ગાળામાં જ ખુનના પાંચ પાંચ બનાવ બન્યા છે.

એક સમયે હતો જયારે કચ્છમાં હત્યાનો બનાવ બનતો તો હાહાકાર મચી જતો હતો અને આજે ઘરેલુ કંકાસથી માંડીને જુના ઝઘડા-તકરાર કે પછી જર, જોરૂ અને જમીનને લઈને હત્યા કરી નાખતા હત્યારાઓ ખચકાટ અનુભવતા નથી. હત્યા ઉપરાંત પણ કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘરફોડ ચોરીના બનાવો પણ વધ્યા છે. રહેણાંક મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી જવાય છે તો લૂંટના બનાવો પણ અવારનવાર બને છે. ઉપરાંત, જુના ઝઘડામાં મારામારીના બનાવોને અંજામ આપવામાં આવતો રહે છે. છેલ્લા એક-દોઢ દાયકાથી આવા બનાવો વધ્યા છે જે પછવાડે પોલીસનું ઢીલુ વલણ પણ જવાબદાર છે. પોલીસ કડક હાથે કામ લે અને ગુનેગારો સામે લાલ આંખ કરે તો આવા બનાવોને પણ અટકાવી શકાય તેમ છે. રાત્રિના ભાગે પણ પોલીસનો પહેરો જરૂરી છે.

તો કચ્છમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ છે જેને કાબુમાં રાખવા પણ કચ્છનું પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યુ છે. રાપરમાં એડવોકેટ દેવજીભાઈની હત્યાનો બનાવ પણ ભારે ચર્ચાસ્પદ બની રહ્યો હતો ત્યારે આવા બનાવોના જડમૂળમાં જઈને ગુનેગારોને શોધી કાઢીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m8VoX0

0 Response to "પશ્ચિમ કચ્છમાં કાયદો-વ્યવસ્થા કથળ્યા, બે મહિનામાં જ હત્યાનો પાંચમો બનાવ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel