અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક ચાર્જિંગના દર દિલ્હી કરતાં વધુ

અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક ચાર્જિંગના દર દિલ્હી કરતાં વધુ


અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

અમદાવાદ શહેરને સ્માર્ટસિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.આમ છતાં દેશની રાજધાની દિલ્હીની તુલનામાં અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક ચાર્જીંગના દર પ્રતિ યુનિટ બે રૂપિયા વધુ હોવાનું સત્તાવારસુત્રોમાંથી જાણવા મળ્યું છે.જેને કારણે તંત્ર પર આર્થિક ભારણ પડી રહ્યું છે.

મળતી માહીતી પ્રમાણે,એક વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં પ્રદુષણની માત્રાને ઓછી કરવા માટે ઈલેકટ્રિક બસ ખરીદવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો હતો.એક વર્ષ બાદ હાલ તંત્ર દ્વારા જે બસ ઓનરોડ દોડાવવામાં આવી રહી છે એ બસોના કાફલામાં પચાસ જેટલી ઈલેકટ્રિક બસોનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં હાલ ઈલેકટ્રિક બસના ચાર્જિંગ માટે નારણપુરા અને રાણીપ એમ બે સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન આવેલાં છે.આ બસો પૈકી એક બસના ચાર્જિંગ માટે પ્રતિ યુનિટ સાત રૂપિયા જેટલો ખર્ચ તંત્રને કરવો પડતો હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજધાની દિલ્હીની સરકારે દિલ્હીમાં ઈલેકટ્રિક ચાર્જીંગ માટે પ્રતિ યુનિટ રૂપિયા ચાર અને પાંચ એમ બે પ્રકારના દર અમલમાં મુકયા છે.ઝડપી ચાર્જિંગ માટે પાંચ રૂપિયાનો દર નકકી કરાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,દિલ્હીમાં હાલની પરિસ્થિતિમાં કુલ મળીને સિત્તેર જેટલા ઈલેકટ્રિક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jpgEFT

0 Response to "અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક ચાર્જિંગના દર દિલ્હી કરતાં વધુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel