
નવી ભીલડી શાળાના જોખમી જર્જરીત રૂમો ગમે ત્યારે પડશે તેવી દહેશત
ભીલડી તા.04 ઓક્ટોબર 2020, રવિવાર
ડીસા તાલુકાની નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાના ઓરડા ૬ વર્ષ અગાઉ કન્ડમ કરવામાં આવ્યા છે. આ જોખમી જર્જરીત રૃમો ઉતારવામાં આવ્યા ન હોઇ શાળાના નાના ભુલકાઓ ભોગ બને એ પહેલા તંત્ર જાગસે ખરા ? ગામલોકોએ આ જર્જરીત રૃમો તોડી પાડવા અનેકવાર રજુઆતો કરી છે.
ડીસા તાલુકાના નવી ભીલડી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રૃપો જર્જરીત હાલતમાં છે. જે. ૨૬/૧૧/૨૦૧૪નો રોજ કંડમ જાહેર કરેલા છે. પરંતુ ૬ વર્ષથી તંત્રની આળસથી આ ખંડેર રૃમોને ઉતારી લેવાની મંજુરી આપવામાં આવતી નથી. કારણ કે આ શાળામાં ૩ મતદાન મથક આવેલા હોવાથી જેને બદલીને નવીન પ્રાથમિક શાળા ગોગામઢ ખાતે બદલાવા માટે દિયોદર પ્રાંત કચેરીએ ૬ વર્ષથી મંજુરી માટે મોકલી આપેલ છે. પરંતુ તંત્ર દ્વારા કાને આડા હાથ રાખીને તંત્ર બેઠું છે. જ્યાં સુધી મતદાન મથક કેન્દ્ર બદલાવવામાં નહીં આવે તો અધિકારીઓના આળસથી આજે આ ખંડેર હાલતમાં મકાન ઉભુ છે. અને હાલ ૧ ધોરણ બાજુમાં ભણે છે. બાકીના હાલ તમામ નવીન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અને છેલ્લા ૬ વર્ષથી ખંડેર હાલતમાં ઉભા છે. જેની બ.કા.જિલ્લા પંચાયત સંચાલીત દ્વારા નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાનું બાંધકામ ૧૯૭૮માં થયેલ ૬ રૃમો બનાવેલ છે.
૪૨ વર્ષો અગાઉ બનાવેલ છે. અને બાજુના મેદાનમાં ૨ રૃમ તથા આંગણવાડી કેન્દ્ર આવેલ છે. જે રૃમોમાં ધો ૧ના ૬૪ બાળકો અભ્યાસ કરે છે. અને બાજુમાં અડીને આંગણવાડી કેન્દ્ર પણ આવેલ છે. જેમાં બાળકો ભણે છે. કોઇ અનિચ્છનિય બનાવ બને તે પહેલા શિક્ષણ શાખા દ્વારા ૬ રૃમોને ડેમેજ માટેની મંજુરી ૨ વર્ષ પહેલા ડેમેજ રૃમોને જાહેર કરેલ છે. જેની આજુ બાજુમાં રેસીડેન્ટ વિસ્તાર આવેલો છે. પરંતુ આ રૃમો ડેમેજ રૃમો નં.૬ને ૧૪ વિધાનસભા દિયોદરના મતદાન માટેના સદરહુ બુથ ૩ પાળવેલ છે. હોઇ ચુંટણી તંત્ર મંજુરી આપતું નથી જેના નાના માસુમ બાળકોનો ભોગ લેતા પહેલા ચુંટણી અધિકારી દ્વારા નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાના ૬ રૃમો ડેમેજ માટેની મંજુરી અપાશે ખરા કે પછી મોટી જાન હાનિની રાહ જોવાઇ રહી છે. આજુબાજુમાં આવેલો રેસીડેન્ટ વિસ્તાર હોવાથી લોકોના ભોગ લેતા પહેલા અધિકારીઓ દ્વારા મંજુરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33sf6pX
0 Response to "નવી ભીલડી શાળાના જોખમી જર્જરીત રૂમો ગમે ત્યારે પડશે તેવી દહેશત"
Post a Comment