ગાગોદર, પ્લાસવામાં થયેલી રૃ.પોણા આઠ લાખની ચોરીમાં બે શખ્સ ઝડપાયા

ગાગોદર, પ્લાસવામાં થયેલી રૃ.પોણા આઠ લાખની ચોરીમાં બે શખ્સ ઝડપાયા

ભુજ, બુાધવાર

કચ્છમાં છેલ્લા કેટલાક સમયાથી ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે વાગડ પંથકના ગાગોદર અને પ્લાસવામાં ત્રણ રહેંણાક મકાનોમાં આશરે રૃપિયા પોણા આઠેક લાખની થયેલી ચોરીના બનાવોને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સોએ ડેડરવા પાસે થયેલી અડાધા લાખની લૂંટની પણ કબૂલાત આપી છે. પોલીસે આ શખ્સો પાસેાથી રૃ.આઠ લાખની મત્તા કબજે કરી છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર પોલીસે બાતમીના આાધારે લાખાગઢાથી સણવા જતા રોડ પર આવેલી પ્રાગાભાઈ માળીની વાડીના ઝુપડામાંથી મુળ પલાસવાના અને હાલ સણવા વાડી વિસ્તારમાં રહેતા આરોપી સુરેશ મોહન અખીયાણી અને મુળ પીછાણા બાદલપરના તેમજ હાલ આનંદપરમાં રહેતા પ્રવિણ જોધા ભૂતની ધરપકડ કરી હતી. આ શખ્સોએ ગાગોદરમાં બે મકાનોમાંથી રૃ.૬.૧૩ લાખ અને પ્લાસવામાં સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ રૃ.દોઢ લાખની ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો. તેમજ ડેડરવા ગામે પ્રૌઢ પાસેાથી ૪૯ હજારની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ વાડીની ઝુપડીમાં છુપાવ્યો હતો. અને ભાગબટાઈ કરવાની પેરવીમાં હતા તે દરમિયાન આડેસર પોલીસે ઝડપી પાડયા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HCc2j8

0 Response to "ગાગોદર, પ્લાસવામાં થયેલી રૃ.પોણા આઠ લાખની ચોરીમાં બે શખ્સ ઝડપાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel