
વેટની સમાધાન યોજનામાં હપ્તા ભરવાની મુદત લંબાવી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 9 ઓક્ટોબર, 2020, શુક્રવાર
વેટની વેરા સમાધાન યોજના હેઠળ સપ્ટેમ્બર માસની 20મી તારીખે ભરવાના થતાં હપ્તો જમા કરાવવાની તારીખ લંબાવીને 15મી ઓક્ટોબર કરી આપવામાં આવી છે. ઓગસ્ટ માસમાં ભરવાના થતાં ત્રીજા હપ્તાની રકમ દોઢ ટકા વ્યાજ સાથે 20મી સપ્ટેમ્બરે જમા કરાવવાની થતી હતી.
સપ્ટેમ્બરમાં ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધાનો લાભ ટેકનિકલ ખામીને કારણે સમાધાન યોજનામાં ભાગ લેનારા વેપારીઓ લઈ શક્યા નહોતા. તેમને તકલીફ ન થાય તે માટે હપ્તો ભરવાની મુદત લંબાવી આપવાનું નક્કી કરવામાં આવ્યુ ંછે. સપ્ટેમ્બર માસમાં ભરવાના થતાં ચોથા હપ્તાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બરની હતી. આ તારીખ પણ લંબાવીને 15મી ઓક્ટોબર કરી આપવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33PybCV
0 Response to "વેટની સમાધાન યોજનામાં હપ્તા ભરવાની મુદત લંબાવી"
Post a Comment