ભુજમાં મેઘગર્જના સાથે મુશળધાર અઢી ઈંચ વરસાદ, માર્ગો ઉપર જળબંબાકાર

ભુજમાં મેઘગર્જના સાથે મુશળધાર અઢી ઈંચ વરસાદ, માર્ગો ઉપર જળબંબાકાર


- અંજારમાં એક ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભારે પાણી ભરાયા, નખત્રાણા-મુંદ્રામાં છુટા છવાયા ઝાપટા વરસ્યા

ભુજ, તા. 20 ઓક્ટોબર 2020, મંગળવાર


આસો માસમાં ચોમાસુ માહોલ સર્જાયો છે. કચ્છમાં બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ છુટા છવાયા ઝાપટાથી અઢી ઈંચ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. ભુજમાં મેઘ ગર્જના સાથે મુશળધાર અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંજારમાં એક ઈંચ વરસાદ પડયો હતો. નખત્રાણા અને મુંદરામાં હળવા ઝાપટા વરસ્યા હતા.

બંગાળીન ખાડીમાં લો પ્રેશર સર્જાવાને લઈને શુક્રવારથી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.  જિલ્લા મથક ભુજમાં બપોરે સુધી અસહ્ય ગરમી અનુભવાયા બાદ ચાર વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલ્ટો આવતા ઝાપટુ વરસ્યું હતું. જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં વરસાદનું જોર ઓછું રહ્યું હતું પરંતુ સ્ટેશન રોડ પર તોફાની અંદાજમાં ઝાપટુ વરસતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. સાંજે ૬.૩૦ વાગ્યે ફરી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસતા પડયો હતો. 

રાત્રિના સુધીમાં જિલ્લા કંટ્રોલ રૂમમાં ૬૦ મી.મી. (અઢી ઈંચ) નોંધાયો હતો. સુખપર, મીરઝજાપર, માનકુવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. દયાપરમાં વરસાદી માહોલ છવાયો હતો અને જોરદાર ઝાપટુ વરસ્યું હતું. અંજારમાં ત્રણ દિવસ પહેલાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ફરી વધુ એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમમાં સાંજના ૬ વાગ્યા સુધીમાં રપ મી.મી નોંધાયો હતો. એક ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34eSNUZ

0 Response to "ભુજમાં મેઘગર્જના સાથે મુશળધાર અઢી ઈંચ વરસાદ, માર્ગો ઉપર જળબંબાકાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel