અંતિમ દિવસે અબડાસા પેટા ચૂંટણી માટે ૧૪ ફોર્મ ભરાયા

અંતિમ દિવસે અબડાસા પેટા ચૂંટણી માટે ૧૪ ફોર્મ ભરાયા

ભુજ, શુક્રવાર

૧-અબડાસા વિાધાનસભા મત વિભાગ ચુંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ૧૪ ઉમેદવારી પત્રો ભરાયાં છે. આ વખતે અપક્ષો વધુ મેદાનમાં ઉતરતા અગાઉ ૧૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જે સહિત અત્યાર સુાધીમાં કુલ ૨૬ ઉમેદવારો દ્વારા ૩૨ ઉમેદવારી પત્રો ભરાયા છે તેવું ચુંટણી શાખા, ભુજ દ્વારા જણાવાયું છે.

અબડાસા ચૂંટણીની ફરિયાદ માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઈ

ભારતના ચુંટણી આયોગ દ્વારા ૧-અબડાસા વિાધાનસભા મતવિભાગની પેટા ચુંટણી-૨૦૨૦ માટેની તારીખો જાહેર કરવામાં આવેલી છે. જે મુજબ કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા તા.૦૩/૧૧/૨૦૨૦ના હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર ચુંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચુંટણી આયોગ દ્વારા ૧-અબડાસા વિાધાનસભા મતવિભાગ માટેના જનરલ ઓબ્ઝર્વર કચ્છ જિલ્લામાં આવેલા છે.આમ જનતા/ઉમેદવારો ચુંટણી સબંધી ફરિયાદ માટે ૧-અબડાસા વિાધાનસભા મતવિભાગ ઓબ્ઝર્વર ધમેન્દ્રસીંઘ (આઇ.એ.એસ.) મોબાઇલ નં.૯૭૨૭૫૮૯૯૦૩  ઉપર પ્રવાસ દરમ્યાન તાથા રજાના દિવસો સિવાય સવારે ૯ થી ૧૦.૩૦ વાગ્યા સુાધી ઉમેદભુવન તેઓનો સંપર્ક કરી શકશે. 




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IwGivG

0 Response to "અંતિમ દિવસે અબડાસા પેટા ચૂંટણી માટે ૧૪ ફોર્મ ભરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel