
મહેસાણામાં-8, ઊંઝા-13, પાલનપુર શહેરમાં-15 કોરોના પોઝીટીવ
મહેસાણા,તા.07 ઓક્ટોબર 2020, બુધવાર
પાટણ,મહેસાણા અને બનાસકાંઠામાં વકરી રહેલો કોરોના વાઈરસ એક બાદ એક વ્યક્તિઓને સંક્રમિત કરી રહ્યો હોય જિલ્લામાં પોઝીટીવ કેસોનો ગ્રાફ બિલાડીની ટોપની જેમ વધી રહ્યો છે. બનાસકાંઠામાં ૨૯, મહેસાણા-૩૭અને પાટણમાં ૨૪કોરોના દર્દીઓ નોંધાયા છે. જે મળી કુલ આંક ૯૧ થવા પામ્યો છે.
પાટણ જિલ્લામાં લોકડાઉન મળેલી કેટલીક છૂટછાટનો લોકો દુરુપયોગ કરી તેમજ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં લાપરવાહી દાખવવામાં આવતી હોય જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણ વાવાઝોડાની ગતિએ ફેલાવા લાગ્યું હોઈ રોજેરોજ કોરોના પોઝીટીવ કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. પાટણ જિલ્લામાં બુધવારના રોજ ૨૫ કેસ નોંધાયા હતા.જેમાં ચાણસ્મા ૬, પાટણ ૫, રાધનુપર ૫, સમી ૧, સાંતલપુર ૧, હારીજ ૫, સિધ્ધપુર ૨, જેમાં ૭ મહિલા અને ૧૯ પુરૃષ સંક્રમિત થયા છે. પાટણ જિલ્લાનો સંક્રમિત આંક ૨૨૪૭ થયો છે. પાટણમાં ૬૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.
પાલનપુરમાં આજે ૨૯કેસ પોઝિટીવ નોંધાયા છે. જેમાં ૧૩૦૮ સેમપ્લ લેવાયા હતા. જે પૈકી પાલનપુર ૧૫, ડીસા ૫, દિયોદર ૨, ભાભર ૧, ધાનેરા ૨, કાંકરેજ ૧, થરાદ ૨, વાવ ૧ કેસ નોંધાયા હતા. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૧૬૮૭૯ના સેમ્પલ લેવાયેલ છે.જે પૈકી ૧૫૬૧૭નો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજે ૧૨૨ સેમ્પલનું રિઝલ્ટ આવેલ છે. જેમાં ૧૦૮નો રિપોર્ટ નેગેટીવ જોવા મળ્યો છે. સરકારી લેબમાં માત્ર ૧૪કોરોના પોઝીટીવ જ્યારે ખાનગી લેબમાં ૨૩ કોરોના દર્દીઓ નોંધાતા કુલ આંક ૩૭ થયો છે. આજે લીધેલ ૧૪૬ સેમ્પલનું રીઝલ્ટ પેન્ડીંગ છે.
૨૪ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી સાજા થતાં રજા અપાઈ જ્યારે જિલ્લાનો એક્ટીવ આંક ૩૧૯ થવા પામ્યો છે. શહેરી વિસ્તારમાં ૨૬ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૧૧કેસ નોંધાયા છે. જેમાં ૨૯ પુરુષ અને ૮ મહિલાનો સમાવેશ થયો છે. મહેસાણા શહેરમાં ૮ કેસ નોંધાયા છે. વિસનગર રોડ, નાગલપુર, સોમનાથ રોડ, ધોબીઘાટ, રાધનપુર રોડ, ખુસ્બુ ફલેટ, રાજકમલ પેટ્રોલપંપ પાછળ તેમજ સૌથી વધુ ઉંઝામાં ૧૦ તેમજ ગ્રામ્યમાં ૩ કેસ નોંધાયા છે. ઊંઝાના કુશનપરૃ, સુંદરમ સામે ,નોબલ ફલેટ, શાલીભદ્ધ સોસાયટી, નાના જૈન દેરાસર, ધોરસશણીયાનો માઢ, શાંતિનગર, તેમજ મકતુપુર, નવા પુરા એન દાસજમાં કેસ નોંધાયા છે. જ્યારે વડનગરના દેસાસર પાસે ૩ કેસ નોંધાયા છે. વિસનગર શહેરમાં ૪ કેસ નોંધાયા છે. જેમાં લાલનો ખાચો, મહેસાણા રોડ, થલોટા રોડ પર ૨ કેસ નોંધાયા છે. જ્યારે કડી શહેરમાં ૧ અને અણખોલ ગામમાં ૧ કેસ નોંધાયો છે. જ્યારે વિસનગરના ગોઠવા ગામમા ૪ કેસ નોંધાયા છે. જ્યારે વિજાપુરના માઢીમાંગામાં ૧ કેસ નોંધાયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GJrAR9
0 Response to "મહેસાણામાં-8, ઊંઝા-13, પાલનપુર શહેરમાં-15 કોરોના પોઝીટીવ"
Post a Comment