
ગોતા ચોકડી પાસેના રૂા. 66 કરોડના પ્લોટમાંથી મ્યુનિ. ટીમે દબાણ હટાવ્યાં
અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું ટીડીઓ - એસ્ટેટ ખાતું પહેલા ગેરકાયદે બાંધકામો થવા દે છે અને પછી તોડવા માટે શક્તિ અને મ્યુનિ. તેમજ પોલીસ કર્મચારીઓના સમયની 'બરબાદી' કરે છે. 'પાયામાંથી જ ગેરકાયદે બાંધકામ રોકવામાં કેમ નથી આવતું ?' તેવો પ્રશ્ન 10 વર્ષથી પૂછાય છે પણ સિસ્ટીમમાં સુધાર કરવાની કોઈને ય પડી નતી. આજે ઉત્તર પશ્ચિમ ઝોનના ટીડીઓની ટીમે ગોતા ચોકડી પાસેના રૂા. 66 કરોડના પ્લોટમાંથી દબાણો હટાવી પઝેશન લીધું છે.
આ અંગેની વિગતો એવી છે કે, અગાઉના ટીડીઓએ કોરોનાના સંક્રમણ વચ્ચે ગેરકાયદે બાંધકામો તોડવા નહીં તેવો વિચિત્ર પ્રકારનો પરિપત્ર બહાર પાડતા ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન મળ્યું હુતં. દરમ્યાનમાં શરૂ થયેલી તોડફોડના ભાગરૂપે આજે ઉત્તર પશ્ચિમની ટીમે એસ.જી. હાઇવે ગોતા ચોકડી પાસે પ્લે ગ્રાઉન્ડના રિઝર્વ પ્લોટમાં દબણો થઈ ગયા હતા.
પ્લોટ નં. 232, ક્ષેત્રફળ 9469 ચો.મી.ની જગ્યામાં 3 પાકા બાંધકામો, 4 કાચા બાંધકામો અને 200 રનિંગ મીટરની ફેન્સીંગ અને કમ્પાઉન્ડ વોલ દૂર કરેલ છે. આટલા બાંધકામો કંઈ રાતોરાત તો થયા નહીં હોય, ખાલી કરાવયા તે સારૂં છે પણ થઈ કઈ રીતે ગયા તેનો તે વિસ્તારના ટીડીઓ ઇન્સ્પેક્ટરનો જવાબ તો માંગો.
ઉપરાંત ઓઢવ ટી.પી. 104ના ફાઇનલ પ્લોટ નં. 40માં મલ્લીનાથ પ્રભુ સોસાયટીના રહીશો દ્વારા ઓટલા અને કમ્પાઉન્ડ વૉલ કરી કાઢવામાં આવી હતી, જે હટાવીને 1664 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવમાં આવેલ છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના ટીડીઓ ખાતાએ પ્રહલાદનગર ગાર્ડનથી શ્યામલ ચાર રસ્તા, ત્યાંથી શિવરંજનીથી સેટેલાઇટ રોડ થઈ ઇસ્કોન ચાર રસ્તા વચ્ચેના દબાણો હટાવ્યા હતા જેમાં 3 લારી, 2 ટેબલ, પ્લાસ્ટિક સ્ટુલ- 6, છત્રી- 3, કેરેટસ-7 અને કેરબા-2 જપ્ત કર્યા છે. આટલા મોટા રોડના રાઉન્ડમાં ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર જેવો ઘાટ તેમની યાદીમાં જ દેખાય છે.
પશ્ચિમ ઝોનમાં પણ નારણપુરા ચાર રસ્તા પાસે લક્ષ્મી વાસણ ભંડારની આગળ માર્જિનમાં થઈ ગયેલ 150 ચો. ફૂટ શેડ અને ન્યુ રાણીપમાં થઈ ગયેલ આશ્રય-9 અને 10 નામની સ્કીમનો વગર બીયુએ ઉપયોગ ચાલુ થઈ જતા વપરાશમાં નહોતી તે મિલકતોને 'સીલ' કરાઈ છે. ચારે તરફ સંખ્યાબંધ ગેરકાયદે બાધકામો ધમધમી રહ્યા છે ત્યારે જે- તે ઝોનના ડે ટી.ડી.ઓ.વાળા 150 ફૂટ તોડયું, 500 ફૂટ તોડયું, 700 ફૂટ તોડયુંની જાહેરાતો કરે છે,તે હાસ્યાસ્પદ નીવડે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e0CD4Y
0 Response to "ગોતા ચોકડી પાસેના રૂા. 66 કરોડના પ્લોટમાંથી મ્યુનિ. ટીમે દબાણ હટાવ્યાં"
Post a Comment