
હાઇકોર્ટે સપ્ટેમ્બરમાં 5714 કેસોનો ઓનલાઇન સુનાવણીથી નિકાલ કર્યો
અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર
ગુજરત હાઇકોર્ટે સપ્ટેમ્બર મહિનામાં કુલ 5714 કેસોનો ઓનલાઇન સુનાવણી દ્વારા નિકાલ કર્યો છે. ગત એક મહિનામાં કોર્ટમાં 4100 સિવિલ અને 4000 ક્રિમીનલ કેસો ફાઇલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3078 સિવિલ અને 2636 ક્રિમીનલ કેસોનો કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.
વીડિયો કોન્ફરન્સથી ચાલી રહેલી હાઇકોર્ટની સુનાવણી અંગેના સપ્ટેમ્બર માસના વિવિધ આંકડાઓનો અહેવાલ કોર્ટે જારી કર્યો છે. હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત મહિને કોર્ટમાં 4100 સિવિલ અને 4000 ક્રિમીનલ કેસો ફાઇલ કરવામાં આવ્યા હતા.
ગત એક મહિનામાં કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવેલા 5714 કેસો પૈકી 3078 સિવિલ અને 2636 ક્રિમીનલ કેસો હતા અને તે પૈકી 1135 વચગાળાની અરજીઓ હતી.કામકાજના 24 દિવસો દરમિયાના રોજ સરેરાશ 277 કેસો અને 63 વચગાળાઓની અરજીઓ ફાઇલ થતી હતી. આ સમયગાળામાં કુલ 18, 296 મેટરનું લિસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dgbk6u
0 Response to "હાઇકોર્ટે સપ્ટેમ્બરમાં 5714 કેસોનો ઓનલાઇન સુનાવણીથી નિકાલ કર્યો"
Post a Comment