ધંધુકા-બગોદરા હાઈવે ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 35 મુસાફરો ઘાયલ, 11ની હાલત ગંભીર
<p><strong>સુરેન્દ્રનગરઃ</strong> ધંધુકા બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. ખડોળ પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ જતાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ૫૬ મુસાફરોમાંથી ૩૫ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી જેમાં ત્રણ નાના બાળકો સહિત ૧૧ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. </p> <p>ઘટનાની જાણ થતાં ધંધુકા/ફેદરા /બગોદરા/ ધોલેરા /બરવાળા /રાણપુર ૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી હતી. તેમજ ઘાયલોને 108 મારફતે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૪ ( ૧૦૮ એમ્બ્યુલન્સ ) મારફતે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર બાજુ ટુર પર જવા નીકળી હતી.</p>
from gujarat https://ift.tt/3tkbgKU
from gujarat https://ift.tt/3tkbgKU
0 Response to "ધંધુકા-બગોદરા હાઈવે ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 35 મુસાફરો ઘાયલ, 11ની હાલત ગંભીર"
Post a Comment