રાષ્ટ્રીય કવિની જન્મજયંતીના અવસરે CM રૂપાણીએ ચોટીલાને આપી મોટી ભેટ, જાણો શું કરી જાહેરાત

ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતી:લામાં ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ભવન અને મ્યુઝિયમ બનશે . આ રાષ્ટ્રિય કવિની યાદમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે ચોટીલામાં સ્મૃતિ ભવન અને મ્યુઝિયમ બનશે.

રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજંયતીના અવસરે રાજ્ય આ રાષ્ટ્રિય કવિના યોગદાનને નવાજવા માટે કસુંબી રંગ કાર્યક્રમ યોજી રહ્યો છે. આ અવસરે રાજ્યમાં ઠેર-ઠેર કવિ મેઘાણીને નવાજવા માટે કાર્યક્રમ યોજાય રહ્યાં છે. આ અવસરે રાજ્ય સરકાર દ્રારા ચોટીલાને અનોખી ભેટ અપાઇ છે.

આ પણ વાંચો:વેક્સિનેશન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, 23 દિવસમાં 1 કરોડથી વધુને અપાઈ રસી

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય કવિનું બિરૂદ પ્રાપ્ત કરનાર આ શબ્દ શિલ્પી ઝવેચંદ મેઘાણી સુરેન્દ્રનગરના ચોટીલાના વતની હતા. 28 ઓગસ્ટ તેમની જન્મજંયતી છે. આ અવસરે રાજ્ય સરકાર દ્રારા કસુંબીનો રંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 10 કલાકે આ કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કાર્યક્મ યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કવિના વતન એવા ચોટીલાની ભૂમિ પર ઝવેચંદ મેઘાણી સ્મૃતિ ભવન અને મ્યુઝિયમ 5 કરોડના ખર્ચે તૈયાર કરવાની જાહેરાત કરી હતી. સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સ્વાતંત્ર્યસંગ્રામમાં મેઘાણીનું આગવું યોગદાન છે. નવી પેઢી ગુજરાતનું સાહિત્યને વાંચે અને વારસો જીવંત રહે તે હેતુથી સ્મૃતિ ભવન અને મ્યુઝિયમ બનાવાશે.

આ અવસરે મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત, મેઘાણીના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ અભયસિંહ રાઠોડ સહિતના કલાકારો દ્વારા મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવ્યાં હતા.

આજે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિના અવસરે... ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું ઈ-ખાતમૂહુર્ત કરાયું હતું. ... ઝવેરચંદ મેઘાણી વેબ પોર્ટલ પણ બનાવાયુ છે. ... મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

વડોદરામાં ઝવેરચંદ મેઘાણીજીની 125 મી જન્મ જયંતીની ઉજવણીના અવસરે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

from gujarat https://ift.tt/3kpZ5YM
from gujarat https://ift.tt/3kpZ5YM
0 Response to "રાષ્ટ્રીય કવિની જન્મજયંતીના અવસરે CM રૂપાણીએ ચોટીલાને આપી મોટી ભેટ, જાણો શું કરી જાહેરાત"
Post a Comment