ત્રણ સપ્તાહ બાદ રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય, આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ત્રણ સપ્તાહ બાદ રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય, આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલુ ચોમાસુ હવે આવતીકાલથી ફરી સક્રિય થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આવતીકાલથી ફરીથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે.

આવતીકાલે અમદાવાદ, આણંદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 12 જુલાઈએ નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એ જ રીતે 13 જુલાઈએ આણંદ, સુરત, ભરૂચ, ભાવનગર, વલસાડ, દમણમાં અતિ ભારે, તો દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં વરસાદ

આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ફાળદંગ, ડેરોઈ અને રફાળા સહિતના ગામડાઓમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. કોટડાસાંગાણી તાલુકાના સાંગણવા, મેંગણી, નાની મેંગણી, રીબ અને હડમતાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 20 દિવસ બાદ વરસાદ પડતાં ખેડૂતો અને માલધારીઓએ આશા ફરી બંધાઈ છે. કારણ કે આ વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.

અમરેલી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર તથા આસપાસના નાના ભંડારીયા, વિઠ્ઠલપુર ખંભાળિયા, ફતેપુર, લીલીયા  સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિઠ્ઠલપુરમાં તો ભારે વરસાદના પગલે ગામની બજારોમાં નદીની જેમ પાણી વહ્યા છે.

અમરેલીના નાના ભંડારીયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે નેરોમાં ભારે પાણીની આવક થઈ. નેરાઓના પાણી ગામના પાદરમાં ફરી વળતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું.. તો વડેરા અને અમરેલી રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાજુલા તથા આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું. વીજળીના કડાકા સાથે રાજુલા તથા વિકટર, પીપાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાઉતે વાવાઝોડા સમયે વરસેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણી તો કરી નાંખી હતી.. હવે ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત હતી. સમયસર વરસાદ વરસી જતા ખેડૂતોના પાકને ફાયદો થશે.

from gujarat https://ift.tt/3hO6BLW

Related Posts

0 Response to "ત્રણ સપ્તાહ બાદ રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય, આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel