રાજ્યના આ વિસ્તારમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યના આ વિસ્તારમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

તો શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં અત્યાર સુધી 6.13 ઈંચ સાથે સીઝનનો 18.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે 13 જુલાઇ સુધી 10.37 ઈંચ સાથે મોસમનો 31.70 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

અમરેલીમાં વરસાદ

સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ખેડૂતો આ વરસાદથી ખુશ ખુશાલ બન્યા છે બીજી તરફ અનેક ગામડાના તળાવ, નાનકડા ચેકડેમોમાં પાણીની આવક જોવા મળી છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. બાબરામાં સતત પાંચમા દિવસે મેઘ મહેર યથા ત રહી હતી. સાંજે છ વાગ્યા સુધીના આંકડા અનુસાર બાબરામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. બાબરાની કાળુભાર નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાતી જોવા મળી હતી.

મોટા માણસા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળતા છકડો રીક્ષા પલટી

જાફરાબાદની ટીંબા ગામની રૂપેણ નદીએ મુશળધાર વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મોટા માણસા ગામ નજીકથી પસાર થતાં કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. આ દરમિયાન અહીંથી પસાર થતો છકડો પલટી ખાઈ ગયો હતો, પરંતુ તેમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.   રાજુલાના ચોત્રા ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.

ખેતરો પાણીથી થયા તરબોળ

ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાએ હેત વરસાવ્યું હતું. ચલાલા, ધારગણી, લાખાપાદર, ગરમલી, ચરખા, કરેણ વાવડીમાં પણ વસાદ પડ્યો હતો. આ સિવાય સરસીયા, જીરા, અમૃતપુર, દેવળા, ખીચા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ખાંભાના મોટા બારમણ ગામમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લીલીયાના પાંચતલાવડા, નાના કણકોટ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

from gujarat https://ift.tt/3z461kh

0 Response to "રાજ્યના આ વિસ્તારમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel