જામનગર યૌન શોષણ કેસઃ બે શખ્સો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ, જાણો વિગત

જામનગરઃ રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણના મામલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બે શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે. સરકારે કેટલીક યુવતીઓના નિવેદન બાદ આ મામલે સ્થાનિક કક્ષાએ કમિટીની રચના પણ કરી હતી. કમિટી દ્વારા ૮ યુવતીઓ સહિતના લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.

કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી. પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓે સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરાઇ હતી. જેમાંથી કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરાતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.

આ યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટીએ મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમજ સરકારને મોકલી અપાયો હતો. જોકે, પોલીસ ફરિયાદ ન થતા ગઈ કાલે મંગળવારે લાલબંગલા સર્કલમાં ધરણા પણ યોજાયા હતા.

Jamnagar: ' સાહેબ ' ફ્રેશ થવાનું કહીને કર્મચારીના રૂમની ચાવી લઈ જતા ને છોકરીઓ સાથે શરીર સુખ માણતા.........

જામગનરઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો આખા રાજ્યમાં ગુંજ્યો છે. ત્યારે હવે એક પછી એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મહિલા અટેન્ડન્ટોને મજબૂર કરીને તેમનું શારીરિક શોષણ કારતું હતું. હવે નવી વિગતો એવી બહાર આવી રહી છે કે, શહેરના શરૂ સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઈ જવાતી હતી. આ ફ્લેટ વાપરનાર હોસ્પિટલનો કર્મચારી સામે આવ્યો છે તેમજ તેમણે તેના સાહેબ ફ્રેશ થવાનું કહીને ફ્લેટ વાપરતા હોવાની કબૂલાત આપી છે. જોકે, ફ્લેટ પર શું થતું હતું એ તેને ખબર નથી.

અટેન્ડન્ટ્સ યુવતીના શારીરિક શોષણના અતિ ચકચારી પ્રકરણમાં તપાસ સમિતિ યુવતીઓનાં નિવેદનો લઈ રહી છે તેમજ અન્ય લોકોને પણ બોલાવી રહી છે. ફ્લેટ પર રહેનાર હોસ્પિટલ કર્મી નિતેશ બથવારે સામે આવીને નિવેદન આપ્યું હતું કે, આ ફ્લેટ તેની પાસે એક વર્ષથી છે. એલ.બી. સાહેબ મારી પાસેથી ચાવી લઈને જતા હતા. તેઓ ફ્રેશ થવાનું કહીને રૂમનો ઉપયોગ કરતા હતા. જોકે, રૂમનો શું ઉપયોગ કરતા હતા એ ખબર ન હોવાનું જણાવ્યું હતું. ઘણીવાર તેઓ કહેતા કે મારું ઘર દૂર છે, 24 કલાકની ડયૂટી હોય એટલે રેસ્ટ માટે પણ રૂમ પર જતા.

આ મામલે મહિલા સંગઠનો તેમજ રાજકીય સંગઠનોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ગુરુવારે સવારથી જ હોસ્પિટલના પટાંગણમાં આમઆદમી પાર્ટી દ્વારા અચોક્કસ મુદ્દતનાં ધરણાં ચાલુ કરી દેવાયા છે, જેને મહિલા સંગઠનો તથા અન્યોનો ટેકો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસ અથવા તો હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા તપાસની માગણી કરાઇ છે. આગામી દિવસોમાં પણ યૌનશોષણ મામલે રાજકીય વાતાવરણ વધારે તંગ બને તો નવાઈ નહીં.

from gujarat https://ift.tt/3xLqEAS
from gujarat https://ift.tt/3xLqEAS
0 Response to "જામનગર યૌન શોષણ કેસઃ બે શખ્સો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ, જાણો વિગત"
Post a Comment