ગુજરાતના આ વિસ્તારમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી અમદાવાદને હવે ટુંક સમયમાં રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવતીકાલથી રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ (weather) રહેશે. જ્યારે 17 અને 19 જુનના રોજ હળવોથી મધ્યમ વરસાદ (Rain) વરસી શકે છે. 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

જોકે ભારે ઉકળાટની વચ્ચે ૪૦.૬ ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા-રાજકોટ-સુરેન્દ્રનગર-ડીસા-કંડલામાં ૩૯, ભૂજ-ભાવનગરમાં ૩૭ અને સુરતમાં ૩૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

નોંધનીય છે કે, નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું.

from gujarat https://ift.tt/3grbPO3
from gujarat https://ift.tt/3grbPO3
0 Response to "ગુજરાતના આ વિસ્તારમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે"
Post a Comment