ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ક્યાંક 4 તો ક્યાં અઢી ઇંચ વરસાદ પડ્યો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વલસાડમાં બુધવારેથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે દક્ષિણ ઓરિસ્સામાં સક્રિય થયેલી વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવમાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં મુખ્યત્વે ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર અને અમરેલીમાં વરસાદ વરસે તેવી આગાહી છે. જો કે હવામાન વિભાગ અનુસાર આ પાંચ દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

ગુરવારે નવસારીમાં અઢી ઈંચ, જલાલપોરમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો. તો અમરેલી જિલ્લાા વિવિધ વિસ્તારમાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. રાજકોટ, સોમનાથ, ભાવનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ચોમાસુ સુરત, નદુંરબાર, બેતુલ થઈને આગળ વધી રહ્યું છે. ચોમાસાના આગમન સાથે સુરતના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વલસાડના કપરાડા બાદ ટુંક સમયમાં ચોમાસુ સુરત આવી પહોંચ્યું હતુ.

અમરેલી જિલ્લામાં ગુરુવારે મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, લાઠી, ખાંભા, ચલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ વરસાદ ગામની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં 1 મિનિ ટ્રેક્ટર, 4 બાઈક અને પશુઓ પણ તણાતા દેખાયા હતા.

ગામની મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પાણી ઘૂસી ગયા હતા. જો કે, વરસાદ થમતા પાણી ઓસર્યા હતા. અમરેલીમાં સતત એક સપ્તાહથી સતત વરસાદના કારણે નદી- નાળાઓ છલકાઈ રહ્યા છે. ત્યારે ચરખડીયા ગામે આવેલી ખારી નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું છે. ચરખડિયાની ખારી નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે પહોંચ્યા હતાં. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. સતત એક સપ્તાહ સુધી વરસાદના કારણે ધારીના ચલાલાની ડીંડક્યો નદીમાં પૂર આવ્યું છે. ધોધમાર વરસાદ વરસતા ડીંડક્યો નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે વહેતી થતા લોકો નદીએ પહોંચ્યા હતાં. સતત વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

તો ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા અને નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે.

from gujarat https://ift.tt/35bj8D6
from gujarat https://ift.tt/35bj8D6
0 Response to "ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ક્યાંક 4 તો ક્યાં અઢી ઇંચ વરસાદ પડ્યો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી"
Post a Comment