
પાટડીના ચાર દરવાજા પરની મૂર્તિઓ રોડ ઉપર મૂકી દેવામાં આવતા રોષ
પાટડી : પાટડીમાં રાજાશાહી વખતના ચાર દરવાજાઓ હતાં પરંતુ હાલ આ દરવાજાઓ નામશેષ થઈ ગયા છે નગરપાલિકા દ્વારા રોડ પહોળા બનાવવા માટે આ દરવાજાઓ તોડી પાડવામાં આવ્યાં હતાં રાજાશાહી સમયમાં આ ચારેય દરવાજાથી ગામની રક્ષા થતી હતી અને કોઈપણ વ્યક્તિ ઓળખાણ આપ્યા વગર પ્રવેશી શકતા નહોતા તેવો સખત પહેરો રહેતો હતો અને ચારેય દરવાજા ઉપર ગણેશજી, હનુમાનજી, શક્તિ માતાજી વગેરે મૂર્તીઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી લગાવવામાં આવી હતી.
જ્યારે આજે વિકાસ કરવામાં પાલિકા તંત્ર ધર્મ ભુલી અને દરવાજાઓ તોડી રોડ તો મોટા બનાવ્યા છે પરંતુ રાજાશાહી સમયની ભગવાનની પ્રતિમાઓ ત્યાં જ રોડ પર મુકી દેવામાં આવી છે જેની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને પશુઓ પણ તેના પર પેશાબ કરે છે. આમ આવી પ્રતિમાઓની હાલતને જોતા પાટડીના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા આ પ્રતિમાનઓની પ્રતિષ્ઠા કરવામાં ન આવે તો વાંધો નહિ પરંતુ બંન્ને સાઈડમાં ઉચા ઓટલા બનાવી તેના પર પ્રસ્થાપિત કરવામાં આવે અને તેપ પણ શક્ય ન હોય તો આ પ્રતિમાને યોગ્ય જગ્યાએ મુકવામાં આવે જેથી રાજાશાહીના વખતની પ્રતિમાઓની આવી દુરદર્શા ન જોવી પડે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વર્ષો જુની ઐતિહાસીક ઈમારતો આવેલી છે પંરતુ તંત્ર અને સરકારની બેદરકારીના કારણે યોગ્ય રીતે જાળવણી ન થતાં હાલ બિસ્માર તેમજ બિનઉપયોગી બની છે ત્યારે આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aXBZVI
0 Response to "પાટડીના ચાર દરવાજા પરની મૂર્તિઓ રોડ ઉપર મૂકી દેવામાં આવતા રોષ"
Post a Comment