ગ્રામ્ય વિસ્તારમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધતા ફફડાટ, 26 જિલ્લામાં 2381 કેસ

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.

મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં મ્યુકરમાઈકોસિસના 23 કેસ નોંધાયા છે. જ્યારે પાંચના મોત નિપજ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 11 કેસ નોંધાયા છે. તો સાતને અમદાવાદ રિફર કરાયા છે. આણંદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 34 દર્દીઓ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 43 કેસ નોંધાયા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેંટલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જેમાં દર્દીઓના દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢવા પડ્યા છે. કેસ વધતા ડેંટલ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટરમાં હાલ સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં એક ડેંટલ હોસ્પિટલ, એક પેરાપ્લેજિયા અને બે કિડની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા છે. જ્યાં રોજ આશરે 12 જેટલા ઓપરેશન થઈ રહ્યાં છે.

અમદાવાદ સિવિલમાં મ્યુકર માઈકોસિસના 600થી વધુ કેસ થઈ છે. જેામં 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. તો અત્યાર સુધીમાં 37 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે મહત્વના સમાચાર છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈંજેક્શન એમ્ફોટેરેસિન બી હવે એલજી હોસ્પિટલને બદલે સિવિલ હોસ્પિટલમાંથી મળશે. છેલ્લા ચાર દિવસથી એલજી હોસ્પિટલ અને અમદાવાદ મનપાએ યોગ્ય વ્યવસ્થા ન કરતા આખરે સિવિલ હોસ્પિટલમાંથી ઈંજેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?

બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.

from gujarat https://ift.tt/3oM8CeA
from gujarat https://ift.tt/3oM8CeA
0 Response to "ગ્રામ્ય વિસ્તારમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધતા ફફડાટ, 26 જિલ્લામાં 2381 કેસ"
Post a Comment