ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ, જાણો કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી

ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ, જાણો કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી

કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાને લેખિતમાં રજુઆત કરી છે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી રજૂઆત થઈ હતી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંગળ-ગુજરાતના પ્રમુખ ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે અમારી કોર કમિટી અને કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધીઓ સાથે થયેલી ચર્ચા મુજબ પરીક્ષા લેવાવી જ જોઈએ. કારણ કે આ પરીક્ષા ન લેવાય તો તમામ વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધોરણ 11માં આવશે અને તમામ માટે કોમર્સ કે સાયંસના વર્ગની વ્યવસ્થા થઈ શકે નહી. રિપિટર વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન મેળનાર વિદ્યાર્થીનું ધોરણ-12નું આવતા વર્ષનું રિઝલ્ટ ખુબ જ નબળુ આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ધોરણ 10ની પરીક્ષા કેટલાક વિકલ્પો સાથે લેવાનું અમે સૂચવીએ છીએ.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી શકે છે.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

નોંધનીયિ છે કે, આ પહેલા સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.

કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા (CBSE) પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા  ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam) ની પરીક્ષા રદ્દ કરવાની માગ ઉઠી હતી. ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ ઉઠી હતી. આમ કેન્દ્રીય બોર્ડના નિર્ણય પ્રમાણે જ આજે ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓના હિતમાં આ મોટો નિર્ણય લીધો હતો.

from gujarat https://ift.tt/3hl0eRJ

0 Response to "ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ, જાણો કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel