
રાજય મંત્રી વાસણ આહિરે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજી કોરોનાને નિમંત્રણ આપ્યું!
ભુજ, રવિવાર
ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. કેટલાક દિવસોથી કોરોનાથી મોતના બનાવો વાધે છે. પોઝીટીવ કેસો રેકર્ડબ્રેક નોંધાઈ રહ્યા છે. પરિણામે, ભીડ એકઠી ન થાય, સામાજીક અંતર જળવાઈ રહે અને લોકો માસ્ક પહેરે એ જ કોરોનાને હરાવવાની પ્રાથમ પહેલ છે. રાજય સરકારે સામાજીક અને જાહેર કાર્યક્રમો યોજવા પર મનાઈ ફરમાવી દીધી છે. આમ છતા તેની અમલવારી તેમના જ કાર્યક્ષેત્રના મંત્રીઓ કરતા નાથી. કચ્છના પ્રવાસે આવતા અને કચ્છી મંત્રીના હુલામણા નામે જાણીતા વાસણ આહિર આ કોરોના કાળમાં પણ ખાતમુહુર્ત કરવાનું બંધ કરતા નાથી. તેમણે કોરોનાના વાધતા જતા કેસો વચ્ચે આજે પણ ટપ્પર જળાશય યોજનાને ઉંડુ ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. ખુદ રાજય સરકારે પણ તેમના મંત્રીઓને જાહેર કાર્યક્રમો નહિં યોજવા ટકોર કરી છે આમ છતા કચ્છના ચૂંટાયેલા ભાજપના પદાિધકારીઓ હજુ પણ પ્રજાની વચ્ચે જઈને ભીડને એકઠી કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.
કોરોનાને કાબુમાં લેવા માટે જાહેર કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ના જાહેરનામામાં પણ આવા રાજકીય અને સામાજીક કાર્યક્રમો યોજી શકાશે નહિં તેવો ઉલ્લેખ છે. આમ છતા રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કચ્છમાં ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજયમંત્રી વાસણ આહિર મોટા ભાગે ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમોમાં વ્યસ્ત નજરે પડતા હોય છે ત્યારે આવા કોરોના કાળમાં પણ આ રાજય મંત્રી હજુ ખાતમહૂર્તના કાર્યક્રમ યોજીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. તેમણે આજે પણ અંજાર તાલુકાના ટપ્પર ગામે જળાશય યોજનાને ઉંડુ ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતુ જમાં પણ લોકોની ભીડ દેખાઈ હતી. ત્યારે, કોરોના કાળમાં ધીરે ધીરે પ્રતિબંધ મુકાઈ રહ્યા છે ત્યારે આ ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમો પણ બંધ થવા જોઈએ. ખુદ રાજય સરકારના મંત્રીઓ જયારે નિયમોની અમલવારી કરતા ન હોય ત્યારે પ્રજા પાસે રાજય સરકાર કેવીક આશા રાખે?
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ કોરોનાનો ભોગ બન્યા છે. તેમણે પણ નારાયણ સરોવરમાં એપ્રોચ રોડના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જયાંથી કોરોનાનું ચેપ લાગ્યાનું અનુમાન છે ત્યારે હવે તો રાજય સરકારના પ્રતિનિાધીઓએ શીખ લેવા જેવી છે અને પ્રજાને કોરોનાથી બચાવી જોઈએ નહિં કે ભીડ ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપી શકાય.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PLEJOF
0 Response to "રાજય મંત્રી વાસણ આહિરે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજી કોરોનાને નિમંત્રણ આપ્યું!"
Post a Comment