
માતાના મઢ, કાળા ડુંગર, નારાયણ સરોવર મંદિર અચોક્કસ મુદ્ત માટે બંધ કરાયા
ભુજ, રવિવાર
કોરોના વાઈરસ રૃપી રાક્ષસે ફરી આંતક મચાવ્યો છે. કચ્છમાં ગંભીરરીતે કેસ વાધી રહ્યા છે ત્યારે ફરી પ્રખ્યાત મંદિરોના દ્વાર લોકો માટે બંધ થવા માંડયા છે. જેમાં કોટેશ્વર,નારાયણ સરોવર, કાળા ડુંગર બાદ હવે માતાના મઢના આશાપુરા મંદિરનો પણ સમાવશે થયો છે. તા.૧૨મીથી અચોક્કસ મુદત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો છે.
આ અંગે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે, મહામારીને ધ્યાનમાં લઈ લોકોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને માતાના મંદિરના દરવાજા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભાવિકો ઘરે બેસીને ઓનલાઈન માતાજીના દર્શન અને ધ્યાન કરે તેવી અપીલ ટ્રસ્ટે કરી છે. મંદિર ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્ય મંદિર,યાત્રિકો માટેના ઉતારા , ભોજનાલય પણ અચોક્કસ મુદત સુાધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, ૧૨મી ચૈત્રી નોરતા શરૃ થતાં હોવાથી મંદિરમાં ભાવિકોની ભીડ વાધે તેવી આશંકા હતી. તે વચ્ચે મંદિર બંધ કરવાનો નિર્ણયાથી સંક્રમણ અટકાવી શકવામાં મદદ મળશે. માતાનામઢ ઉપરાંત નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર પણ આજાથી અચોક્કસ મુદત માટે મંદિરના દ્રાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, બંધ દરમિયાન આ ત્રણેય મંદિરોમાં નિયમિત પુજા વિિધઓ ચાલુ રહેશે. તો સરહદી વિસ્તારે આવેલ કાળા ડુંગરે પણ ભગવાન દતાત્રેયનો મંદિર અચોક્કસ મુદત માટે બંધ રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g3XLKS
0 Response to "માતાના મઢ, કાળા ડુંગર, નારાયણ સરોવર મંદિર અચોક્કસ મુદ્ત માટે બંધ કરાયા"
Post a Comment