વિજાપુર તા.પં.ના ઉપપ્રમુખને ઉચાપત કેસમાં બે વર્ષની સાદી કેદ
મહેસાણા,તા.03
વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉચાપત કેસમાં દોષિત ઠરતાં એડીશનલ ચીફ જ્ડીશીયલ મેજીસ્ટ્રેટેટે તેઓને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે રૂ.૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત આ કેસના અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છુટકારો કરવામાં આવ્યો છે.
આ કેસની ટૂંકી વિગત પ્રમાણે બાર વર્ષ અગાઉ સામુહિક શૌચાલય બનાવવાની સરકારી યોજના અંતર્ગત ધનપુરા ગામમાં સરકારી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. જેમાં વિજાપુર તાલુકા પંચાયતની આઈઆઈડી શાખાના તત્કાલીન વિસ્તરણ અધિકારી એચ.એ.પટેલે ધર્મિષ્ઠા મણીભાઈ પટેલ, જગદીશ મંગળદાસ પટેલ અને મદનસિંહ અદેસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ વિજાપુરના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ જે.જે.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે ધર્મિષ્ઠા પટેલ અને જગદીશ પટેલને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છૂટકારો કર્યો હતો. જ્યારે હાલમાં ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખના હોદ્દો ભોગવી રહેલા મદનસિંહ અદેસિંહ રાઠોડ રહે.ધનપુરા (ઘાંટુ)ને કસુરવાર ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૨૫ હજારના દંડનો હુકમ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31IiLyr
0 Response to "વિજાપુર તા.પં.ના ઉપપ્રમુખને ઉચાપત કેસમાં બે વર્ષની સાદી કેદ"
Post a Comment