મૂળી તાલુકાના વિરપર ગામના આધેડનું કોરોનાથી મોત નિપજ્યું

મૂળી તાલુકાના વિરપર ગામના આધેડનું કોરોનાથી મોત નિપજ્યું


સરા : મૂળી તાલુકાના સરા વિરપર મૂળી જશાપર સહિત ગામોમાં કોરોનાના બીજા રાઉન્ડ ખતરો બની રહ્યો છે. સ્વયંભુ લોક જાગૃતિ જ કોરોના સામે રક્ષણ આપી શકે તેમ છે. 

સરા નજીક હળવદ મોરબી શહેરોમાં કોરોનાએ ભયંકર ભરડો લેતા સરા ગામમાં લોકજાગૃત થવા મૂળી તા.પં.ના સભ્ય કિરણબેન પટેલે અપીલ કરી જરૂરી કામકાજ સિવાય લોકોએ બહાર નિકળવાનું ટાળવું, માસ્ક, સેનેટાઇઝ અને વારંવાર હાથ ધોવા સહિત કોરોના ગાઇડ લાઇન મુજબ લોકો જાગૃત બને તો જ કોરોના સામે ફરી વખત જીત મેળવી શકીશું. હાલ કોરોના મહામારીનો બીજો રાઉન્ડ ખતરારૂપ બની રહ્યો છે. સરા નજીક આવેલ વિરપર ગામે રહેતા ૭૩ વર્ષીય નરસીભાઇ ગીરધરભાઇ વરમોરાને ચાર દિવસ પહેલા તાવ આવેલ હોય કોરોના રિપોર્ટ કરતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા વધુ સારવાર અર્થે ધ્રાંગધ્રા ખસેડાયેલ હતા. તા. ૩ એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નિપજતા નાનકડા એવા વિરપર ગામમાં સન્નાટો છવાઇ ગયેલ છે. જાણવા મળતી વિગત મુજબ વિરપરમાં બેથી વધુ કેસ હોવાની શક્યતા રહેલી છે. ૭૩ વર્ષીય નરસીભાઇ વરમોરાનું નિધન થતા તેમની પત્ની પંખુબેન, બે પુત્રો, એક પુત્રી હતપ્રભ બની ગયા હતા. ડબલ ઋતુના કારણે સરા અને આજુબાજુના ગામોમાં શરદી ખાસી  તાવ અને પેટના  રોગચાળાએ પણ માઝા મૂકી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39J1FEN

0 Response to "મૂળી તાલુકાના વિરપર ગામના આધેડનું કોરોનાથી મોત નિપજ્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel