વાગડમાં કોરોનાનો વિસ્ફોટ! ચકાસણી હાથ ધરાય તો ગામેગામ કોરોના નિકળે
- કોરોનાના વધતા જતા કેસો જોતા વર્તમાન સમયમાં વાગડમાં શાળાઓ બંધ રાખવી હિતાવહઃ જાહેર મેળાવડાઓ પણ બંધ રાખો
હાલ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે દેશના અનેક ભાગોમાં પણ કોવિડ-૧૯ કોરોના વાયરસ ના બીજા તબક્કામાં કેસ બહાર આવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ દિવસે ને દિવસે કોવિડ-૧૯ ના કેસ વધતા જાય છે દરમિયાન રાપર તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામોમાં ત્રીસ થી ચાલીસ કેસ રેપિડ એન્ટીજન ટેસ્ટ મા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં સુવઈ બાલાસર ફતેહગઢ વૃજવાણી આડેસર ગાગોદર પલાંસવા હમીરપર મોડા રામવાવ રવ નંદાસર પ્રાગપર ભીમાસર સણવા સહિત ના ગામો મા કેસ વધી રહયા છે. રાપર તાલુકા હેલ્થ કચેરી ના જવાબદાર અધિકારી બિન ધાસ્ત રીતે વર્તન કરી લોકોને ઊઠાં ભણાવી રહ્યા છે અને એક પણ કોવિડ-૧૯ ના કેસ ની નોંધ કરી નથી. છેલ્લા દશ દિવસ થી તાલુકા ના અનેક ગામોમાં રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કોરોના વાયરસના કેશો બહાર આવ્યા છે જેમાં સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ ની કામગીરી સારી રીતે કરવામાં આવે છે ત્યારે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ને ઊઠાં ભણાવી ને તાલુકા હેલ્થ ઓફિસર પોતાની ઘર ની ધોરાજી જેમ વર્તે છે અને કોવિડ-૧૯ ના નિયમો ની ઐસી કી તૈસી કરી રહ્યા છે અને કોવિડ-૧૯ ના કેસ વધી રહયા છે તે રાપર તાલુકા હેલ્થ કચેરી ને આભારી છે.
એક બાજુ સરકાર કોવિડ-૧૯ ના રક્ષાત્મક પગલાં અંગે અને વેક્સિન અંગે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે ત્યારે રાપર તાલુકા હેલ્થ ઓફિસર કોઈ પણ પ્રકારની વેક્સિન અંગે જાણકારી આપતાં નથી અને લોકો ને હડધૂત કરી રહ્યા છે જેમાં એક તાલુકા ના જવાબદાર અધિકારી ને અનુભવ થયો હતો કે જેમને કોરોના પોઝિટિવ કેસ નથી નું ગાણું તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ગવાયેલું હતું ત્યારે આ જવાબદાર અધિકારી એ અમદાવાદ ખાતે ટેસ્ટ કરાવતા પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થઈ ગયા હતા તો દરરોજ ડીડીઓ ને ઊઠાં ભણાવી રહ્યા છે કે રાપર તાલુકાના કોઈ પણ ગામે એક પણ કેસ નોંધાયા નથી તો જે તે ગ્રામ પંચાયત ના તલાટી અને સરપંચ દ્વારા આંકડા આપવા મા આવે છે કે આ ગામે આટલા કેસ બહાર આવ્યા જેનો ઉતમ નમૂના રુપ સુવઈ કે જે સાંસદ નું દત્તક ગામે પંદર.. ફતેહગઢ મા તેર બાલાસર અગિયાર આડેસર નવ પલાંસવા સાત ગાગોદર સોળ રામવાવ વણોઇ આઠ રાપર બાવીસ સહિત એક સપ્તાહ મા દોઢ સો થી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટ મા કેસો નોંધાયા છે તો રાપર તાલુકા હેલ્થ કચેરી ના આંકડા નિલ બતાવવા મા આવ્યા છે તો શું હાલ ના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર ને જાણી જોઈને ડીડીઓ અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાપર તાલુકાનો ચાર્જ અપાયો છે કે કોઇ પણ કેસ બતાવવા નહીં અને કોરોના પોઝિટિવ કેસ ધરાવતા લોકો ની સારવાર કરવી નહીં.
જો રાપર તાલુકા મા કોવિડ-૧૯ અંતર્ગત કોરોના અંગે જિલ્લા કલેકટર દ્વારા અને રાજય ના આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ સર્વ હાથ ધરવામાં આવે તો લગભગ ગામો એ સરેરાશ ચાર થી પાંચ કેસો બહાર આવે તેમ છે. સતાણુ ગામ અને બસો સતયાવીસ વાંઢ વિસ્તાર ધરાવતા રાપર તાલુકા નો સામાજીક અને આથક રીતે મુંબઇ મહારાષ્ટ્ર સુરત વલસાડ વડોદરા અમદાવાદ રાજસ્થાન સાથે છે અને દરરોજ અસંખ્ય લોકો આવા વિસ્તારમાં થી આવી રહ્યા છે. જેમની કોઈ પણ પ્રકારની આરોગ્ય તપાસણી હેલ્થ કચેરી દ્વારા કરવામાં આવતી નથી તો તાજેતરમાં રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા મા અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓ ને પોઝિટિવ કેસ રેપિડ એન્ટીજન ટેસ્ટ મા આવ્યા હતા જેમાં હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા . તો તાલુકામાં શાળાઓમા કોઈ પણ પ્રકારના કોવિડ-૧૯ અંતર્ગત પગલાં લેવામાં આવ્યા નથી અને માત્ર દેખાવ ખાતર કીટ શાળામાં રાખવા મા આવી રહી છે તો રાપર તાલુકામાં આવેલ શાળા ને હાલ થોડા સમય સુધી બંધ રાખવી હિતાવહ છે.
આમ રાપર તાલુકા મા કોરોના પોઝીટીવ કેસ દિવસે દિવસે વધી રહયા છે અને રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ હોસ્પિટલમાં લાગવગ ધરાવતા લોકોના જ કરવામાં આવે છે. તાલુકા મથકે પણ લગભગ ગલી અને શેરીઓમાં કોવિડ-૧૯ ના કેસ આવે તેવી શક્યતા છે તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં કોરોના ના નિયમો ની તમામ સરકારી વિભાગો જેમાં આરોગ્ય પોલીસ મહેસુલ પંચાયત સહિત ના ધોળી ને પી ગયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ujE3OX
0 Response to "વાગડમાં કોરોનાનો વિસ્ફોટ! ચકાસણી હાથ ધરાય તો ગામેગામ કોરોના નિકળે"
Post a Comment