
હળવદ શહેરમાં આજથી અડધા દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર
- વેપારી મહામંડળ, ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા બેઠક કરી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી બપોર પછી બંધનું નક્કી કરાયું
હળવદ : હળવદ પંથકમાં કોરોના મહામારીને પગલે સ્થિતિ બેકાબુ બની ગઈ છે ત્યારે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મંગળવારથી કોરોનાની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અડધા દિવસનું લોકડાઉન કરવાનું નક્કી કરાયું છે.
હળવદમાં અગાઉ પાંચ દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પાંચ દિવસનું લોકડાઉન આજે પૂરું થતા ફરી હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ એસોસિએશન સાથે બેઠક મળી હતી. જેમાં કાલે એટલે કે તા.૨૭ એપ્રિલ થી હળવદમાં જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે અને કાલથી બજારો બપોરના ૨ પછી બંધ રહેશે.આ ઉપરાંત, વેપારીઓ પણ હાલની કોરોનાની પરિસ્થિતિમાં સેવાપ્રવૃત્તિ કરવા આગળ આવ્યા છે.
જેમાં હળવદમાં ઓકિસજનની અછત હોવાથી આ અછત પુરી કરવા વેપારીઓ દ્વારા ફંડ એકત્રિત કરાશે અને ફંડમાંથી ઓકિસજન લઈને જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે તેમ જણાવ્યું હતું.
0 Response to "હળવદ શહેરમાં આજથી અડધા દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર"
Post a Comment