ચોટીલાના રેશમીયા, પીપળીયા, ખેરડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ

ચોટીલાના રેશમીયા, પીપળીયા, ખેરડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ


સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો જેમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જીલ્લાના અમુક તાલુકાઓમાં કમૌસમી વરસાદનું આગમન થયું હતું ત્યારે કમૌસમી વરસાદને પગે એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે બપોર બાદ અચાનક સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં સાર્વત્રિક પલટો આવ્યો હતો જેમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ચોટીલા તાલુકાના ખેરડી, રેશમીયા, પીપળીયા સહિતના અનેક ગામોમાં ધોધમાર કમૌસમી વરસાદ પડયો હતો. જ્યારે ગરમી અને ઉકળાટ બાદ કમૌસમી વરસાદને પગલે એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને નાના ભુલકાઓ સહિત મોટેરાઓ વરસાદની મોજ માણતા નજરે પડયાં હતાં. 

જ્યારે બીજી બાજુ કમૌસમી વરસાદને પગલે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાની થવાની દહેશત પણ સેવાઈ હતી આ ઉપરાંત જીલ્લાના સાયલા, મુળી સહિતના તાલુકાઓમાં પણ કમૌસમી વરસાદી છાંટા પડયાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dOwb2w

0 Response to "ચોટીલાના રેશમીયા, પીપળીયા, ખેરડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel