ખેડા જિલ્લામાં આજે ગુડફ્રાઇડે પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાશે
- કોરોનાના લીધે ચર્ચ બંધ હોવાથી ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા ઘરમાં રહીને પ્રાર્થના અર્ચના કરાશે
નડિયાદ
ખેડા જિલ્લાના ખ્રિસ્તી ભાઈબહેનો આજે ૨ એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે પર્વ ઉજવશે. જોકે કોરાના મહામારીના જોખમ વચ્ચે મોટાભાગના ચર્ચ બંધ રહેવાનાં છે અને ખ્રિસ્તી ભાઈબહેનોને ઘરેથી જ પ્રાર્થના કરી ઈસુનું સ્મરણ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે.
જિલ્લાના વડામથક નડિયાદમાં આજે સેન્ટ મેરીઝ ચર્ચ, સેન્ટ જોસેફ ચર્ચ, એલિમ મેથોડિસ્ટ ચર્ચ સહિત બધાં મુખ્ય ચર્ચા બંધ રહેશે, પણ સંચાલકો દ્વારા ઓનલાઈન પ્રાર્થના યોજાવાની છે, તેમાં સહુને ભાગ લેવા અને ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી કરવામાં આવી છે.
આજે ખેડા જિલ્લાના ખ્રિસ્તી બિરાદરો પ્રાર્થના અને ઉપવાસ કરી ગુડ ફ્રાઈડેની ઉજવણી કરશે. ગુડ ફ્રાઈડેના આગલા દિવસે ગુરુવારે ભગવાન ઈસુએ તેમના શિષ્યો સાથે અંતિમ ભોજન લીધું હતું અને તેમના પગ ધોયા હતા. તેના સ્મરણમાં ગુડ ફ્રાઈડેના આગલા દિવસ ગુરુવારે ફાધર ચર્ચમાં શિષ્યોના પગ ધોવાની વિધિ કરે છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે તેમાં ફેરફાર થયો છે અને શિષ્યોને ભેગા કર્યા વગર ગુરુવારની વિધિ કરવામાં આવશે. એ પછીના દિવસે શુક્રવારે ઈસુએ ક્રોસ પર પોતાના પ્રાણ છોડયા હતા. તેમની સ્મૃતિમાં ખ્રિસ્તીઓમાં પવિત્ર શુક્રવારને દિવસે પ્રાર્થના અને ઉપવાસ કરી તેમના બલિદાનને યાદ કરે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mk9XIn
0 Response to "ખેડા જિલ્લામાં આજે ગુડફ્રાઇડે પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાશે"
Post a Comment