તહેવારોની જાહેર ઉજવણી નહીં, ધર્મસ્થાનોમાં પરોક્ષ પ્રવેશ બંધી

તહેવારોની જાહેર ઉજવણી નહીં, ધર્મસ્થાનોમાં પરોક્ષ પ્રવેશ બંધી


- રાજકીય કાર્યક્રમ અને સત્કાર સમારંભ પણ પ્રતિબંધિત 

- લગ્ન સમારંભમાં 100 ને બદલે સંખ્યા મર્યાદા એક જ સપ્તાહમાં ઘટીને હવે 50 : રાજકોટ પોલીસ કમિશ્નરનું સુધારેલું જાહેરનામું 

રાજકોટ : રાજકીય નેતાઓએ ચૂંટણી પહંલાં, ચૂંટણી વખતે અને ચૂંટણી પછી પણ જેટલાં સંમુલન-સત્કાર સમારંભ યોજવા હતા એટલાં ધરાઈને યોજી લીધા પછી હવે સરકારે અદાલતની રોકથામ બાદ નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં કોઈ પણ કાજકીય મેળાવડા પણ પ્રતિબંધિત છે અને તહેવારોની ઉજવણી પણ જાહેરમાં કરવાની મનાઈ છે. રાજકોટ શહેર માટે નવી જોગવાઈઓવાળું જાહેરનામું પોલીસ કમિશ્નરે બહાર પાડયું છે. 

હજુ ગત તા.૭ મીએ જ લગ્ન સમારંભોમાં કુલ સંખ્યા ૨૦૦ ને બદલે ૧૦૦ સધુી સીમિત રાખવામાં આદેશ બાદ આ નવા હુકમમાં લગ્ન સમારંભોમાં મહતંતમ સંખ્યા પ૦ રાખી દેવામાં આવી છે. રાત્રિ કફર્યુ દરમિયાન લગ્ન સમારંભ નહીં યોજી શકાય અંતિમવિધી, ઉત્તરક્રિયામાં પણ સંખ્યા મર્યાદા ૨૦ રાખવામાં આવી છે. 

સમગ્ર એપ્રિલ મહીના દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવવા મનાઈ ફરમાવીને લોકોને જાહેરમાં એકત્ર નહીં થવા હુકમ કરાયો છે. જાહેર રાજકીય-સામાજિક-ધાર્મિક કાર્યક્રમમાં, સત્કાર સમારંભ ઉપરાંત જન્મદિવસ ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 

શહેરના તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦ એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા સલાહ આપીને ઉમેરાયું છે કે શ્રધ્ધાળુઓ પ્રત્યક્ષ દર્શન કરવા ન આવે તે સંચાલકોએ સુનિશ્ચિત કરવાનું છે ! પૂજાવિધિ પૂજારી કે સંચાલક દ્વારા મર્યાદિત માણસો સાથે કરવાનું સલાહ ભર્યુ ગણાવાયું છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x3zOtc

0 Response to "તહેવારોની જાહેર ઉજવણી નહીં, ધર્મસ્થાનોમાં પરોક્ષ પ્રવેશ બંધી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel