ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી

- ભાવનગરના કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી દર્દીના પ્રશ્નોનુ નિરાકરણ કરવા જણાવ્યુ
ભાવનગર
કોરોના મહામારીના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને મૂશ્કેલી પડી રહી હોવાનો વિડીયો વાયરલ થતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને આ વિડીયોના પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આ બાબતે ભાવનગરના કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી યોગ્ય પગલા લેવા જણાવેલ છે. કોરોનાના પગલે અનેક ફરિયાદ ઉઠી રહી છે ત્યારે સરકારી તંત્રએ તત્કાલ પગલા લેવા જરૂરી છે.
ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને સરખી સારવાર મળતી નથી અને દર્દીઓને બેડના બદલે નીચે સુવડાવવામાં આવ્યા હોવાનો એક વિડીયો બે દિવસ પૂર્વે વાયરલ થયો હતો. કોઈ વ્યકિતએ આ વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ આ વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. વાયરલ વિડીયો જોઈને લોકો સરકારની ટીકા કરતા નજરે પડયા હતાં. આ બાબતે ભાવનગરના કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી અને જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીના સમયે માત્ર લોકોને પડતી અનેક મૂશ્કેલીઓને આપના સુધી પહોંચાડી છે અને વાસ્તવિકતા બાબતનો ચિતાર રજુ કર્યો છે પરંતુ આપના મંત્રી તમામ બાબતોને નકારી અને સબ સલામત છે અને કોઈ ચિંતા નથી માત્ર કોંગ્રેસવાળા રાજકીય આક્ષેપ કરે છે તેવા નિવેદનો આપે છે, જે દુઃખદ બાબત છે.
ભાવનગર સરકારી હોસ્પિટલની એક વિડીયો લિંક મોકલી છે તે જોઈને તમને પણ કેટલી ખરાબ પરિસ્થિત તંત્ર દ્વારા થઈ રહી છે તેનો ખ્યાલ આવશે. રાજ્યમાં કોરોના માટે જરૂરી આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા નથી, જરૂરી દવાઓ અને ઈન્જેકશનો માટે લોકો રઝળ્યા કરે છે અને છતા દવાઓ-ઈન્જેકશનો મળતા નથી તેવી ફરિયાદો આવી રહી છે. કોરોનામાં હાલ લોકો ખુબ જ હેરાન થઈ રહ્યા હોય ત્યારે દર્દીઓ અને તેના પરિવારોને પડતી પારાવાર મૂશ્કેલીઓને રજુ કરી શકે અને તેમનુ નિરાકરણ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા રાજ્યસભાના સાંસદે માંગણી કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39WScd2



0 Response to "ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી"
Post a Comment