સુરેન્દ્રનગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.36 લાખ લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.36 લાખ લોકોએ રસી લીધી


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ જીલ્લાના નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ સહિતની તમામ આરોગ્યલક્ષી કામગીરીનો વેગ વધારવામાં આવ્યો છે. 

જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગનો દર વધારવામાં આવ્યો છે તેમજ લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા જીલ્લાના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રસીકરણની સઘન કામગીરી થઈ રહી છે જેમાં અત્યાર સુધીમાં જીલ્લામાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતાં અંદાજે ૧,૩૬,૨૯૬થી વધુ લોકોને રસી મુકી કોરોના સામે રક્ષીત કરવામાં આવ્યાં છે.

જેમાં અત્યાર સુધીમાં ચુડા તાલુકામાં ૮,૬૦૨, ચોટીલા તાલુકા ૫,૯૫૧, ધ્રાંગધ્રા તાલુકા ૧૫,૪૩૪, લખતર તાલુકા ૬,૭૪૭, લીંબડી તાલુકા ૧૨,૪૯૦, મુળી તાલુકા ૧૦,૯૬૮, પાટડી તાલુકા ૧૫,૨૪૨, સાયલા તાલુકા ૮,૨૭૫, થાન તાલુકા ૬,૩૧૬, વઢવાણ તાલુકા ૪૧,૯૫૯ તથા મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલ ખાતે ૨,૪૧૯ અને સી.યુ.શાહ હોસ્પીટલ ખાતે ૧,૯૮૬ મળી જુલ્લાના કુલ ૧,૩૬,૨૯૬ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જેમાંથી કુલ ૨૦,૮૮૮ લોકોએ કોરોના રસીના બંન્ને ડોઝ લઈ કોરોના મહામારી સામે રક્ષણ મેળવ્યું છે જ્યારે આ તકે કોરોના સંક્રમણથી બચવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિત સેનેટાઈઝર સહિતની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ રસીકરણ અભિયાનમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને રસીકરણનો લાભ લેવા અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના સરકારી પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પીટલમાં જઈ કોરોના રીપોર્ટ કરાવવા આહવાન કર્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dAyNRo

0 Response to "સુરેન્દ્રનગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.36 લાખ લોકોએ રસી લીધી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel