મહેસાણામાં કોરોના અટકવાનું નામ લેતો નથી, આજે વધુ 390 કેસ
મહેસાણા,તા.19
ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી ખાનગી દવાખાનાઓ કોરોના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. તેમજ મૃતકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્રણેય જિલ્લામાં શનિ-રવિવાર સહિત સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી સંક્રમણ અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે. તેમછતાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં કોરોના વધુ ૩૯૦ કેસ જોવા મળ્યા છે. પાટણમા ૧૧૦ તથા બનાસકાંઠામાં 195 નોંધાતાં ઉ.ગુ.માં 695 કેસો નોંધાવા પામ્યા છે.મહેસાણા જિલ્લામાં ૧૫ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહેસાણા જિલ્લામાં ૧૯મી એપ્રિલ સુધીમાં ૭૪૦૦૨ના સેમ્પલ લેવાયા છે. જે પૈકી ૬૮૦૩૯નો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. જ્યારે ૮૦૫ સેમ્પલનું રિઝલ્ટ આવેલ છે. જેમાં ૪૭૬નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે સરકારી લેબ ૩૨૯ અને ખાનગી લેબમાં ૬૧ કેસ પોઝીટીવ નોંધાતાં જિલ્લામાં ૩૯૦ કેસ પોઝીટીવ જોવા મળ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૭૨ તથા ગ્રામિણ વિસ્તારમાં બેવડી સદીથી સંક્રમણ ફેલાયું છે. જેના ૨૧૮ કેસ નોંધાવા પામેલ છે. હજુ પેન્ડીંગ રિઝલ્ટ ૧૦૩૧ છે જ્યારે ૧૧ લોકો સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે એક્ટીવ કેસ ૨૮૭૭ નોંધાયા છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ૪, વિસનગરમાં ૩, મહેસાણા ૩, વડનગર -૫ કોરોના દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. જોકે આ સંખ્યા વધુ હોઇ શકે છે તંત્ર દ્વારા મોતના કોઇ આંકડા આપવામાં આવતા ન હોઈ સાચો આંકડો મેળવો મુશ્કેલ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોતનો આંકડો વધી શકે છે.
પાટણમાં કોરોનાના 110 દર્દી નોંધાયા
પાટણ જિલ્લામાં વધુ ૧૧૦ દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાયા. જેમાં પાટણ શહેર-૪૬, રાધનપુર-૧૩, ચાણસ્મા-૨૦, સિદ્ધપુર-૧૨, હારીજ-૯, સમી-૧૦, સરસ્વતી-૮, સાંતલપુરમાં-૧ કેસ નોંધાયા છે. ૧૧૦ પૈકી ૩૯ મહિલા તથા ૬૧ પુરુષ કોરોના સંક્રમિત થયા છે.
બનાસકાંઠામાં વધુ 195 કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં આજે ૧૯૫ કેસ નોંધાતાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં આજે નોંધાયેલ કેસો પૈકી પાલનપુર-૬૮, દાંતા-૨૦, ડીસા-૪૧, ધાનેરા-૧૫, લાખણી-૮, સુઈગામ-૨૩, થરાદ-૬, વાવ-૧૩, અમીરગઢ-૧ નોંધાયા હતા. આમ જિલ્લાના ૯ તાલુકામાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે.
ખેરાલુમાં 4 કોરોના દર્દીઓના મોત
ખેરાલુમાં બે દિવસ અગાઉ નાયબ મામલતદારના મોત બાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કારકૂનનું આજે મોત નિપજ્યું હતું. ખેરાલુ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ruy4v
0 Response to "મહેસાણામાં કોરોના અટકવાનું નામ લેતો નથી, આજે વધુ 390 કેસ"
Post a Comment