બનાસકાંઠા-38, પાટણ -65 તથા મહેસાણામાં 88 કોરોના સંક્રમિત દર્દીઓ
મહેસાણા તા.05
ઉત્તર ગુજરાત કોરોના સંક્રમણનો ભરડો યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા પાંચેક દિવસથી ૧૫૦ની આસપાસ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ૩૮, પાટણમાં ૬૫ તથા મહેસાણા જિલ્લામાં ૮૮ મળી કુલ ૧૮૮ કેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાં ૫ એપ્રિલ સુધિમાં ૫૯૪૦૫ના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૫૫૫૬૦ રીપોર્ટ નેગેટીરવ આવેલ છે. જ્યારે ૫૧૪નું રીઝટ આવેલ છે. જે પૈકી ૪૫૭નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જેમાં સરકારી લેબમાં ૫૭ અને ખાનગી લેબમાં ૩૧ કેસ નોંધાયા છે. હજુ ૯૩૩ રિઝલ્ટ પેન્ડીંગ છે. જ્યારે એકટીવ કેસ ૫૭૧ નોંધાવા પામ્યા છે. ૩૨ દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે. શહેરી વિસ્તારમાં ૫૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૩ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા કેસોમાં મહેસાણા શહેરના નાગરલપુર, રાધનપુર રોડ, ઉડીફળી, ડેરી રોડ, વિસનગર રોડ, અબનબેંક રોડ, મોઢેરા રોડ, નાગલપુર રોડ, ધરમસિનેમા, ઉચરપી રોડ તથા મહેસાણા તાલુકામાં પાંચોટમાં -૫, ખેરવા -૧, તરેટી-૧, લાખવડ-૧ કેસો જોવા મળ્યા છે. જ્યારે વિસનગર શહેરમા.૧૬ અને તાલુકામાં ૧૨ કેસો નોંધાયા છે. કડી -૨, ઊંઝા-૨, વિસજાપુર તાલુકાના પામોલ, સુદરપુર, દેવડા, રામપુરા, સુંદરપુર, કનંકપુરા, મોપણ કોરોનાના કેસ નોંધાયા છે. સતલાસણા-૨, કડીના વાઘરોડા-૧, બેચરાજી -૧, જેવા વિસ્તારોમાં કોરોનાના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં સૌથી વધુ પાટણ શહેરમાં ૨૪ કેસ જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી લગાતાર કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સિધ્ધપુર શહેરમાં ૧૩, સમી-૭, રાધનપુર-૬, ચાણસ્મા -૫, હારીજ-૨, શંખેશ્વર -૨, સાંતલપુર -૨, દર્દીઓ સંક્રમિત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૪૮૫૨ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ૩૮ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પાલનપુર શહેર ૧૩, ડીસા-૧૩, વડગામ -૧, અને અમીરગઢમાં ૧ કોરોનાના સંક્રમિત થયા છે.
સમીમાં 4 માસની બળકી કોરોના ગ્રસ્ત
પાટણ જિલ્લામાં અધધ...કેસ નોંધાવા પામ્યા છે. જેમાં મહિલા, વડીલો, બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. જેમાં આજે સમી આરોગ્ય કેન્દ્રમાં એક ચાર મહિનાની બાળકી પણ કોરોના સંક્રમિત નોંધાઇ છે
ઉત્તર ગુજરાતમાં નોંધાયેલા દર્દીઓ
જિલ્લા મહિલા પુરૂષ કુલ
મહેસાણા ૩૩ ૫૫ ૮૮
પાટણ ૨૦ ૪૫ ૬૫
બનાસકાંઠા ૧૮ ૨૦ ૩૮
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39IYBbM
0 Response to "બનાસકાંઠા-38, પાટણ -65 તથા મહેસાણામાં 88 કોરોના સંક્રમિત દર્દીઓ"
Post a Comment