પાટડી કેજીબીવી વિદ્યાલયમાં 10 બેડની ઓક્સિજન સાથેનું કોવિડ સેન્ટર શરૂ
પાટડી : સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગત વર્ષે ૨૦ બેડની કોવીડ હોસ્પીટલ શરૂ કરવામાં આવી હતી તેમજ આરટીપીસીઆર ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યાં હતાં પરંતુ હાલતમાં બીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ ગામે ગામ પહોંચી જતાં તેની ગંભીરતા વધી રહી છે અને ગામેગામ લોકોના કોરોનાથી મોત પણ થઈ રહ્યાં છે.
પાટડી તાલુકામાં કોઈ જ હોસ્પીટલમાં જગ્યા નથી જ્યારે બીજી બાજુ પાટડી સહિત આજુબાજુના ગામોમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓ પાટડી ખાતે લાવવામાં આવતાં ૨૦ બેડની કોવીડ હોસ્પીટલમાં જગ્યા ન હોય અનેક દર્દીઓને હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
જેને ધ્યાને લઈ પ્રાંત અધિકારી ઋતુરાજ જાદવ સહિત પાલિકા તંત્ર તેમજ મીઠાના વેપારીઓ અને સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી અને અનુદાનથી પાટડી ખાતે મોડેલ સ્કૂલની બાજુમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં ૫૦ બેડની ઓક્સીજન સહિતની સુવિધા સાથેની નવી કોવીડ હોસ્પીટલ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે જ ૨૫ જેટલા બેડ દર્દીઓને ભરાઈ ગયા હતાં જેથી તંત્ર દ્વારા હજુ પણ વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવે તે માટે પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ હાલ કામે લાગી ગયો છે અને પાટડી ખાતે કોરોના દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થતાં હાલ રાહત જોવા મળી હતી અને ગરીબ દર્દીઓ જ્યાં ત્યાં ભટકતા હતા પરંતુ પાટડી ખાતે સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમે પણ કામગીરી હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elGjPd
0 Response to "પાટડી કેજીબીવી વિદ્યાલયમાં 10 બેડની ઓક્સિજન સાથેનું કોવિડ સેન્ટર શરૂ"
Post a Comment