માંડલ પાસેના દસાડામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું : તંત્રના આંખ આડા કાન

માંડલ પાસેના દસાડામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું : તંત્રના આંખ આડા કાન


અમદાવાદ : માંડલ નજીક આવેલ દસાડાના એક જાગૃત નાગરિક દ્વારા જાણવા મળેલ કે તાલુકા મથકના દસાડા ગામમાં ઠેર ઠેર થર જામ્યા છે. 

જો કે તે વખતે કોરોનાના કેસો આ ગામમાં પણ નોંધાયા હતાં જ્યાં જુઓ ત્યાં પાનના મસાલા, ફુડ પેકેટના કાગળો, ઘરવપરાશનો કચરો સહિતની ગંદકી ફેલાયેલી છે. દસાડા ગ્રામ પંચાયત દ્વારા સફાઇ અભિયાન પણ હાથ ધરવામાં આવતું નથી. આ ગામમાં ઘણાં સમયથી રેગ્યુલર તલાટી પણ મૂકવામાં આવતો નથી. લાંબા સમય પછી આ ગંદકીમાંથી દુર્ગંધ આવે છે અને લોકોને ગામના મુખ્ય રસ્તાઓ પર અવરજવર કરવી હોય તો નાકે ડુચો મારવો પડે છે. 

આ ગામમાં ઠેર ઠેર ગંદકીના ઉકરડાં ખદબદી રહ્યાં છે. ગ્રામજનોની અનેક રજુઆતો કરવા છતાં તંત્રને આંખ આડે કાન છે. સાથે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કેસો દિનપ્રતિદિન વધતાં જાય છે અને જો આવી ગંદકી તંત્ર દ્વારા સફાઇ નહીં કરાય તો ક્યાંકને ક્યાંક રોગચાળો વકરે તેવી ભીતિ સેવાઇ રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sJaVk1

0 Response to "માંડલ પાસેના દસાડામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું : તંત્રના આંખ આડા કાન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel