
વિરમગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
વિરમગામ : સમગ્ર રાજ્ય સાથે અમદાવાદ જિલ્લાના વિરમગામ- માંડલ, દેત્રોજ તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ત્યારે વિરમગામ તાલુકા પંચાયતના સભાખંડમાં આજ રોજ નાયબ કલેક્ટર, વિરમગામ પ્રાંત અધિકારી સુરભિ ગૌતમના અધ્યક્ષપદ નીચે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે એક એક ફોર્મ ભરવામાં આવ્યા હોવાથી વિરમગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા સામાન્ય રેખાબેન દશરથભાઈ કો. પટેલ, ઉપપ્રમુખ તરીકે જનકભાઈ રતીભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ તાલુકા પંચાયતમાં ૨૦ બેઠકોમાં ૧૬ બેઠકો ભાજપે વિજય મેળવ્યો હતો જ્યારે ૪ બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. વિરમગામ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે મયુરભાઈ લક્ષ્મણભાઈ ચાવડા અને પક્ષના નેતા તરીકે ભુદરજી કરસનજી ઠાકોર તથા દંડક તરીકે કનુભાઈ કાળુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, તાલુકાના ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ થાય તેમજ પ્રાથમિક જરૂરિયાત રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની પ્રાથમિક જરૂરિયાત વિરમગામ તાલુકાનો વિકાસ કરવા વચન આપ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tB0pva
0 Response to "વિરમગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી"
Post a Comment