સુરત: ડેપ્યુટી ક્લેક્ટરના સ્વાંગમાં જમીન ફાળવણી કરાવી આપવાની લાલચ આપનાર ઠગ નેહા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ

સુરત: ડેપ્યુટી ક્લેક્ટરના સ્વાંગમાં જમીન ફાળવણી કરાવી આપવાની લાલચ આપનાર ઠગ નેહા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ


સુરત, તા. 30 માર્ચ 2021 મંગળવાર

ડેપ્યુટી ક્લેક્ટરના સ્વાંગમાં સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ભેજાબાજ નેહા વાઢેરે વરાછાના જમીન દલાલને અડાજણ અને કામરેજના વાલકમાં જમીન ફાળવણીની લાલચ આપી રૂા. 1.55 કરોડ પડાવી લેતા વધુ એક ફરીયાદ નોંધાય છે.

વરાછા હીરાબાગની શીરડીધામ સોસાયટીમાં રહેતા જમીન દલાલ મધુભાઇ રવજી ખોખર (ઉ.વ. 53) નો 2016માં નેહા ધર્મેશ પટેલ (ઉ.વ. 49 રહે. 103, બાબેન બંગ્લોઝ, મોતા રોડ, બાબેન, તા. બારડોલી, જિ. સુરત) સાથે પરિચય થયો હતો. નેહાએ જમીન દલાલ મધુ ખોખરને અડાજણ ક્રોમા સેન્ટર નજીક ટી.પી. સ્કીમ નં. 31ના ફાઇનલ પ્લોટ નં. 189 વાળી જમીન બતાવી હતી અને જમીન ફાળવણીનો જંત્રી સાથેનો ખર્ચ રૂા. 2 કરોડ થશે તથા સાતથી આઠ મહિનામાં જમીન ફાળવણી કરાવી આપશે તેવી લાલચ આપી હતી. 

ઉપરાંત કામરેજના વાલક ગામની 73 એએ વાળી જમીન બજાર ભાવ કરતા 25થી 30 ટકા ઓછા ભાવમાં અને નવી શરતમાંથી જુની શરતમાં કરાવી ટાઇટલ ક્લીયર કરાવી આપવાની લાલચ આપી હતી. જેના ખર્ચ પેટે રૂા. 40 લાખનો ખર્ચ થશે એમ કહેતા મધુભાઇએ બંને જમીન ફાળવણી પેટે કુલ રૂા. 1.55 કરોડ ચુકવ્યા હતા. પરંતુ આજ દિન સુધી જમીન ફાળવણી નહીં કરાવતા છેવટે તેમણે પણ નેહા વિરૂધ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે નેહાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u54asP

0 Response to "સુરત: ડેપ્યુટી ક્લેક્ટરના સ્વાંગમાં જમીન ફાળવણી કરાવી આપવાની લાલચ આપનાર ઠગ નેહા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel