વિરમગામ તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો, કોંગ્રેસની હાર

વિરમગામ તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો, કોંગ્રેસની હાર


અમદાવાદ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ ખીલ્યું છે. વિરમગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. તાલુકા પંચાયતમાં ઉમેદવારોની જીતનો શ્રેય ભાજપના કાર્યકરોને આપવામાં આવ્યો છે. 

તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૬ બેઠકો પર ભાજપના અને ૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોને સમર્થકો દ્વારા વધાવવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. અમદાવાદ જિલ્લા પંચાયતની કરકથલ, સચાણા અને ઘોડા પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. જ્યારે શાહપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ તાલુકા પંચાયતની ગોરૈયા, વણી, થોરી મુબારક, કરકથલ, ઓગણ, ઘોડા, થુલેટા, વાંસવા, થોરીથાંભા, સચાણા, હિરાપુરા, જુનાપાધર, કોકતા, જેતાપુર, વેકરિયા, ઝેઝરેની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બન્યા છે. જ્યારે વિરમગામ તાલુકા પંચાયતની કાયલા, દસલાણા, નદીયાણા અને શાહપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે.

વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. વિરમગામમાં ભાજપના ઉમેદવારોની જીતનો શ્રેય અનેક કાર્યકરોની મહેનતને જાય છે. ભાજપ સાથે અડીખમ ઉભા રહેવા બદલ વિરમગામ તાલુકાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Psr9z8

0 Response to "વિરમગામ તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો, કોંગ્રેસની હાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel