કોરોનાની રફતાર તેજઃ કચ્છમાં નવા ૨૩ કેસોથી ફફડાટ ફેલાયો

કોરોનાની રફતાર તેજઃ કચ્છમાં નવા ૨૩ કેસોથી ફફડાટ ફેલાયો

ભુજ,રવિવાર

કચ્છમાં પણ કોરોનાએ રફતાર પકડી છે. છેવાડાના આ જિલ્લામાં પણ કેસો ઝડપભેર આગળ વાધતા હોય તેમ આજે આૃધાધ ૨૩ કેસો નોંધાયા હતા. શહેરી અને ગ્રામિણ એમ બંને વિસ્તારમાં કોરોનાના કેસો ઝડપભેર આગળ વાધી રહ્યા છે.

આજે નોંધાયેલા કેસોમાં અબડાસાના ગ્રામ્યમાં ૧, અંજાર શહેરમાં ૫, તાલુકામાં ૩, ભચાઉ તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૩, ગ્રામ્યમાં ૩, ગાંધીધામ શહેરમાં ૪, લખપત તાલુકામાં ૧, મુંદરા તાલુકામાં ૧, રાપર તાલુકામાં ૧ એમ કુલ આજે ૨૩ કેસો નોંધાયા હતા. એકટીવ કેસો વાધીને ૧૭૬ પહોંચ્યા છે. કુલ કેસોનો આંક ૪૯૬૬ પહોંચ્યો છે. 

જયારે આજે સાજા થયેલા ૧૩ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા મળી હતી. તો બીજીતરફ આવતીકાલે ધુળેટીનો પર્વ હોઈ લોકો સાવચેતી નહિં દાખવે તો કોરોનાના કેસો વાધી જશે. આજે પણ હોળીના પર્વને લઈને સવારાથી બજારમાં કયાંકને કયાંક ખરીદી માટે ભીડ જોવા મળી હતી. કોરોનાની બીજી લહેર શરૃ થઈ હોવા છતા લોકો હજુ પણ માસ્ક પહેરવા મામલે બેદરકારી દાખવી રહ્યા છે તો વળી સામાજીક અંતરનું પણ પાલન થતુ નાથી. પરિણામે કોરોનાના કેસો વાધવા માંડયા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lYdo7o

0 Response to "કોરોનાની રફતાર તેજઃ કચ્છમાં નવા ૨૩ કેસોથી ફફડાટ ફેલાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel