
મહેસાણાના હરસિધ્ધ ડુપ્લેક્ષમાં 10 દિવસથી પાણી આવતું નથી
મહેસાણા, તા. 10
મહેસાણાના તળેટી રોડ પર આવેલ હરસિધ્ધ ડુપ્લેક્ષમાં છેલ્લા ૧૦ દિવસથી પાણી ન આવતા રહીશોએ કલેક્ટર કચેરીમાં પહોંચી ઉગ્ર રજુઆત કરી હતી. આ રોડ પર બહુચરનગર નજીક પાઈપનું કનેક્શન તુટી જવાથી સમસ્યા ઉભી થઈ હતી. જોકે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા ન કરાતા રહીશોમાં ભારે આક્રોશ ઉભો થયો છે.
મહેસાણાના સોમનાથ રોડથી તળેટી ગામ વચ્ચે હરસિધ્ધ ડુપ્લેક્ષ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ૭૦ જેટલા મકાનો આવેલા છે. અહીં સામાન્ય પરિવારો વસવાટ કરતા હોઈ તંત્ર દ્વારા તેમનું કોઈ સાંભળતું નથી. આ સોસાયટીમાં છેલ્લા ૧૦ દિવસથી પીવાનું પાણી આવતું નથી. જેથી રહીશો દ્વારા પંચાયતમાં રજુઆત કરી હતી અને પાણીના ટેન્કરની માંગણી કરી હતી. જોકે તેમ છતાં પાણીની વ્યવસ્થા થઈ ન હતી અને ૧૦ દિવસથી પાણી ન મળતા સોસાયટીની મહિલાઓને નજીકમાં અન્ય સોસાયટી કે મહોલ્લામાં પાણી ભરવા જવાની ફરજ પડી હતી. તેથી આ સોસાયટીના રહીશોએ મહેસાણા અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે અને સોસાયટીના પાણીના પ્રશ્નની સમસ્યાનો નિકાલ લાવી આપવા માંગ કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PJF43O
0 Response to "મહેસાણાના હરસિધ્ધ ડુપ્લેક્ષમાં 10 દિવસથી પાણી આવતું નથી"
Post a Comment