
આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ
અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી 2021 મંગળવાર
ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગરમાં સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 797 ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મની ચકાસણી બાદ 907 ફોર્મ રદ થયા છે. જેમાં ભાજપના તમામ 192 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. તો કોંગ્રેસના 190 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. કોંગ્રેસના 2 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે.
આમ આદમી પાર્ટીના 159 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના 54 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. તો 102 અપક્ષોના ફોર્મ માન્ય રહ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
તો બીજી તરફ, ગુજરાતની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે. જેમાં ઉમેદવારો નક્કી કરવા ભાજપ-કોંગ્રેસમાં કવાયત ચાલી રહી છે.
જોકે, અહી પણ મહાનગરપાલિકાની જેમ ઉમેદવારો જાહેર કર્યા પછી ભડકો થાય છે કે નહિ તે જોવું રહ્યું. ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. 231 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો અને 81 નગર પાલિકાના ઉમેદવારોના નામ અંગે ચર્ચા થશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jyiUww
0 Response to "આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ"
Post a Comment