
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જંગ રસપ્રદ બનશે
અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી 2021 મંગળવાર
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંતના જે પક્ષોએ ઉમેદવારી કરી છે તે પૈકી 75 ટકા ઉમેદવારો કોંગ્રેસને મોટું નુકશાન કરી શકે છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસના બળવાખોરો આ પાર્ટીઓમાંથી ઉમેદવારી કરી રહ્યાં છે. શિવસેના તમામ બેઠકો પર નહીં પણ ચોક્કસ સ્થાનો પર ચૂંટણી લડી રહી છે.
એનસીપીએ પણ સિલેક્ટેડ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કેટલીક પાર્ટીના નેતાઓ ભાજપના સંપર્કમાં એટલા માટે છે કે તેઓને કોંગ્રેસના ગઢ ગણાતી બેઠકો પર ઉમેદવારો ઉતારવા ફરજ પાડી શકાય. ભાજપની બી-ટીમ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય બની રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બીએસપીના ઉમેદવારો ઉભા છે ત્યારે ભરૂચના ધારાસભ્ય છોટુ વસાવાએ ઓવૈસીની પાર્ટી સાથે જોડાણ કરીને ચોક્કસ સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. જે સરવાળે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનું કામ કરી શકે છે.
ઓવૈસી હૈદરાબાદના સાંસદ છે અને તેમણે ગુજરાતની મુલાકાત લીધી છે. તેમની ઓલઇન્ડિયા મજલીસ એ ઇત્તિહાદુલ મુસ્લીમીન એટલે કે એઆઇએમઆઇએમ પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સ્થાનિક ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદીયાએ ગુજરાતના વિવિધ શહેરોમાં રોડ-શો કર્યો છે અને ચૂંટણી પ્રચારમાં વધુ રોડ-શો કરે તેવી સંભાવના છે.
કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. બીજી તરફ યુપીએની સભ્ય પાર્ટી એનસીપીએ પણ ચૂંટણીમાં કોંગ્રેસ સામે ઝૂકાવ્યું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યની વિવિધ મહાનગરપાલિકામાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમ એનસીપીએ પણ ઉમેદવારો ઉભા કર્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36Vignn
0 Response to "ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જંગ રસપ્રદ બનશે"
Post a Comment