
શિયાણી સર્કલ પાસે કાર વર્કશોપમાં આગ લાગતા મુદ્દામાલ સળગી ગયો
લીંબડી, તા. 17 ફેબ્રુઆરી, 2021, બુધવાર
સુરેન્દ્રનગર જીલ્લામાં આગ ાગવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ એક કાર શોપમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી જેમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ આગમાં લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર શીયાણી સર્કલ પાસે આવે પરફેક્ટ કાર વર્કશોપ (ગેરેજ)માં મોડીરાત્રે અચાનક કોઈ કારણોસર આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ વર્કશોપમાં રહેલ કાર એસેસરીઝ અને કાર સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે બનાવની જાણ થતાં બે થી ત્રણ ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વર્કશોપનો મુખ્ય દરવાજો તોડી ત્રણ થી ચાર કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી જ્યાર પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. જ્યારે થોડી જ મીનીટોમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતાં આસપાસના દુકાનદારો સહિત લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતાં તંત્ર સહિત લોકોએ રાહત અનુભવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ba333i
0 Response to "શિયાણી સર્કલ પાસે કાર વર્કશોપમાં આગ લાગતા મુદ્દામાલ સળગી ગયો"
Post a Comment