દિલ્હીમાં ગોંધી રખાયેલા કરજીસણના બે યુવાનોને આખરે હેમખેમ છોડાવાયા

દિલ્હીમાં ગોંધી રખાયેલા કરજીસણના બે યુવાનોને આખરે હેમખેમ છોડાવાયા

મહેસાણા, તા.14 ફેબ્રુઆરી 2021, રવિવાર

કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોને સ્ટુડન્ટ વિઝામાં અમેરિકા મોકલવા દિલ્હી બોલાવી ચંદીગઢ એરપોર્ટ લઈ જવાને બહાને ગાડીમાં બેસાડી નશાકારક ગોળીઓ ખવડાવી બેભાન કરીને અપહરણકર્તાઓએ તેઓને બંધક બનાવ્યા હતા. આ સંદર્ભે મહેસાણા એલસીબી પોલીસે વિગતો મેળવી  દિલ્હી જઈને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે તેઓની ચુંગાલમાંથી બે યુવાનોને હેમખેમ છોડાવ્યા હતા. 

કડી તાલુકાના કરજીસણ ગામના  જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા અને મયુર રામાભાઈ પટેલને અભ્યાસઅર્થે અમેરિકા જવાનું હોવાથી  તેઓને પટેલ રાહુલ કિરીટકુમાર રહે. કલોલવાળો મળેલ અને સંબંધીઓ મારફતે ઓળખાણ થયેલી અને જણાવેલ કે હું તમને સ્ટુડન્ટ વિઝા લાવી આપીશ અને તમોને અમેરિકા મોકલી આપીશ.  જેમાં રાહુલે જણાવેલ કે હું તમારા બંનેની દિલ્હીની ટિકિટ મોકલું છું. તમે બંને જણા દિલ્હી આવી જાઓ. તા. ૨૮-૧-૨૧ના રોજ જુની દિલ્હી પહોંચ્યા હતા અને રાહુલને ફોન કરતા જણાવેલ કે પહાડગંજ ખાતે આવેલ હોટલ બ્લેસ ઈનનું એડ્રેસ જણાવતા  ત્યાં ગયા હતા. 

બે દિવસ હોટલમાં રોકાયા બાદ ટ્રેનમાં ચંદીગઢ ગયા અને હોટલ ગ્રીન સિટીમાં પહોંચ્યા. ત્યાં એક ૪૦ વર્ષનો કાળા રંગનો જાડા વ્યક્તિએ જણાવેલ કે ચંદીગઢથી ડોમેસ્ટીક ફ્લાઈટમાં દિલ્હી મુકામે જવાનું છે.  બીજા દિવસે અજાણ્યો જાડો માણસ ટેક્ષી લઈ ચંદીગઢ એરપોર્ટ તરફ જવા  નીકળેલ ત્યાં કોરોના ટેસ્ટ કરાવવા વગેરે બહાના તારું શરીર ગરમ છે તેમ કહી દવાની ગોળીઓ આપી બેભાન કરી દીધા હતા અને આ બંને યુવાનોને આરોપીઓએ બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ તેઓનો સંપર્ક પરિવાર સાથે તુટી જતા આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે મહેસાણા એલસીબીના પીઆઈ બી. એચ. રાઠોડે ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ આરંભી હતી. જેમાં આ બંને યુવકોના ફોન લોકેશન દિલ્હી ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. અહીં ગુપ્ત રાહે તપાસ આરંભી પોલીસે  ગુડગાંવ મુકામેથી બંને અપહૃત યુવકોને છોડાવ્યા હતા. જ્યારે વિદેશ મોકલવાના બહાને રૂપિયા ૭૦ હજાર ડોલરની માંગણી કરનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. 

ઝડપાયેલા આરોપીઓ

વિકાસ સતવરસીંગ બરનાલ

કશ્યપ વિનોદચંદ્ર શાહ કલોલ

જીગર છોટાલાલ મહેતા

અંકિત ભરતભાઈ દવે

હરભજન  ચાનસિંઘ રાજપૂત



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qmuUng

0 Response to "દિલ્હીમાં ગોંધી રખાયેલા કરજીસણના બે યુવાનોને આખરે હેમખેમ છોડાવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel