સપ્રેડામાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ રજુઆત કરી

સપ્રેડામાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ રજુઆત કરી

થરાદ,તા.10 ફેબ્રુઆરી 2021, બુધવાર

વાવ તાલુકાના સપ્રેડા ગામમા કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે લોકોને સરકારી લાભ મળે તેમાં હપ્તો  માગવામા આવે છે. જો લોકો ના આતો ખોટી અરજીઓ કરી હેરાન કરતા લોકો સામે થરાદ નાયબ કલેકટરને લેખિત રજુઆત કરી આવા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

વાવ તાલુકાના સપ્રેડા ગામના ૨૫થી વધારે લોકોએ આજે થરાદ પ્રાંત ઓફિસમાં આવીને આવેદન પત્ર આપ્યું હતું કે અમારા સપ્રેડા ગામ માં માથાભારે અને ભુમાફીયા  લોકો દ્વારા ગામમાં કોઇપણ જાતની સરકારનો લાભાર્થી લાભ લેવા વાળા હોય તો તેમની પાસેથી હપતા અને ટકાવારી પડાવે છે અને દાદાગીરી કરે છે ત્યારે આ માણસોને ગામના સરપંચે વારંવાર સમજાવેલ કે આવું તમે લોકો કરો નહીં અને પૈસા પણ પડાવો  નહીં  તેવું જણાવેલ અને રોડના કામોમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે તેવું સરપંચ વિરુદ્ધ વારંવાર તંત્ર ને ખોટી ખોટી અરજી ઓ કરે છે . અને સરપંચ ને હેરાન કરે છે તેમજ સરપંચ પર ખોટા આક્ષેપો કરે છે  તે તદ્દન ખોટા છે અને આવા લોકોથી એમે માનસિક રીતે કંટાળીને આજે થરાદ  પ્રાંતમાં રજૂઆત કરીએ છીએ અને સપ્રેડા ગામના પટેલ ભુરા ભાઈ હેમાભાઈ એ  જણાવ્યું હતું કે આ માથાભારે લોકો સપ્રેડા ગામ માં  પ્રધાનમંત્રી આવાસ યોજના  છે લાભાર્થીઓને મળે છે તેમાં પણ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા પડાવે  છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tFA2F0

0 Response to "સપ્રેડામાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ રજુઆત કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel