આણંદ અને વિદ્યાનગરમાં કોરોનાનું સંક્રમણ યથાવત : તંત્ર હરકતમાં આવ્યું

- જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૨૫૯૨ લોકોના ટેસ્ટીંગ કરાતા ૨૫૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા
કોરોના વેક્સીનેશનની કામગીરી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. જો કે છેલ્લા બે દિવસથી આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. મંગળવારે આણંદ તથા આસપાસના વિસ્તારમાંથી ૭ પોઝીટીવ કેસ નોંધાયા બાદ બુધવારે જિલ્લામાં નોંધાયેલ કુલ ૫ કેસો પણ આણંદ તથા આસપાસના હોવાનું જાણવા મળ્યું છે.
જાન્યુઆરીની જેમ ફેબુ્રઆરીના પ્રથમ દિવસે કોરોનાનો ગ્રાફ નીચો રહ્યા બાદ ગત તા.૨જી ફેબુ્રઆરીએ કોરોનાના કુલ ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ તથા આસપાસના વિસ્તારમાંથી ૭ પોઝીટીવ કેસ નોંધાતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. તો બીજી તરફ બુધવારના રોજ પણ જિલ્લામાં નોંધાયેલ તમામ પાંચ પોઝીટીવ કેસ આણંદ શહેર તથા આસપાસના વિસ્તારના હોવાની વાતને લઈ શહેરીજનો ચિંતામાં મુકાયા છે.
બુધવારે નોંધાયેલ ૫ કેસોમાં આણંદ પાસેના ચાવડાપુરાની ૬૩ વર્ષીય મહિલા, મંગળપુરા રોડ ઉપર ગણેશ દુગ્ધાલય પાછળ રહેતી ૪૫ વર્ષીય મહિલા, શહેરના લક્ષ્મી સિનેમા પાછળ મહાવીર માર્ગની સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય પુરૂષ તેમજ આણંદ પાસેના કરસમદ-ગાના રોડ ઉપરની સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય યુવક અને વિદ્યાનગરની ગોવર્ધન સોસાયટી પાછળ રહેતા ૪૭ વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ બુધવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૨૫૯૨ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે.
જેમાં ૨૫૧૯ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૩૩ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૫ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૨૮ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oODtFT



0 Response to "આણંદ અને વિદ્યાનગરમાં કોરોનાનું સંક્રમણ યથાવત : તંત્ર હરકતમાં આવ્યું"
Post a Comment