તલાક..તલાક..તલાક..દહેજ ભૂખ્યા પતિએ પત્નીને તલાક આપી બીજા લગ્ન કર્યા
છાપી તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
ભારતમાં ત્રણ તલાકનો કાયદો બન્યા બાદ વડગામ તાલુકામાં ત્રણ તલાકનો પ્રથમ કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે .બનાસકાંઠાના વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં ત્રણ વર્ષના લગ્ન જીવન બાદ દહેજ ભૂખ્યા પતિએ પોતાની પત્નીને ગત રવિવારે જાહેરમાં ત્રણ તલાક આપતા પીડિત પત્નીના પિતાએ તલાક આપનાર વિરુદ્ધ છાપી પોલીસ મથકે ગુરુવારે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.
છાપી પોલીસ સૂત્રો દ્રારા મળતી હકીકત મુજબ ચંગવાડા ગામના યાકુબભાઈ અબ્દુલ રહીમ સુલીયાની દીકરીના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે ગામનાજ મુજાહીદ નજીરભાઈ સુલીયા સાથે થયા હતા .જોકે લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો જોકે બે વર્ષ બાદ પતિ દ્રારા તેણીને વારંવાર ગાળો બોલી મારઝૂડ કરવા સાથે રૃપિયા બે લાખ ની માંગણી કરી પત્નીને એક વર્ષ પૂર્વે ઘર માંથી કાઢી મૂકતા પીડિત પત્ની છેલ્લાં એક વર્ષ થી પિતા ના ઘરે રહેતી હતી જોકે ગત રવિવારે મુજાહીદ સસરા ના ઘરે જઈ સમાજ ના આગેવાનો વચ્ચે લેખિત માં તલાક આપી પોતાની પત્નીને તલાક...તલાક...તલાક કહી દેતા ખળભળાટ મચી ગયો હતો .જોકે સસરા એ કહેલ કે ત્રણ તલાક વિરુદ્ધ સરકારે કાનૂન બનાવેલ છે જેથી મુજાહિદે કહેલ કે મને કોઈ ફરક પડતો નથી આ બાબતે ત્રણ તલાક ની ભોગ બનનાર મહિલા ના પિતાએ તલાક આપનાર મુંજાહિદ નજીરભાઈ સુલીયા વિરુદ્ધ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારો નું રક્ષણ ) અધિનિયમ ૨૦૧૯ મુજબ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સંસદ માં મુસ્લિમ મહિલાઓ ને તલાક સામે રક્ષણ આપતા કાયદો પસાર થયા બાદ વડગામ તાલુકાના ચંગવાડા ગામે ત્રણ તલાકનો પ્રથમ કિસ્સો બનતા પંથકમાં ચકચાર મચવા સાથે તલાક આપનાર ઉપર ફિટકાર વર્ષી રહી છે.
ભોગ બનનાર મહિલાના પિતાની ફરિયાદ
વડગામના ચંગવાડાના ઇસમે પોતાની પત્નીને ત્રણ તલાક આપ્યા બાદ તાત્કાલિક પાલનપુર તાલુકાના બાદરપુરાની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું ત્રણ તલાકની ભોગ બનનાર ના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
આરોપીની અટકાયત કરવા કવાયત
વડગામ ના ચંગવાડા માં ત્રણ તલાક ની ઘટના અંગે છાપી પીએસઆઇ એસ.ડી. ચૌધરી ને પૂછતાં તેઓએ જણાવેલ કે આરોપી ની તાત્કાલિક અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfWNH6
0 Response to "તલાક..તલાક..તલાક..દહેજ ભૂખ્યા પતિએ પત્નીને તલાક આપી બીજા લગ્ન કર્યા"
Post a Comment