સાંતલપુરના ગોખાતર ગામડીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા

સાંતલપુરના ગોખાતર ગામડીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા

રાધનપુર, તા.14 ફેબ્રુઆરી 2021, રવિવાર

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી પોત પોતાની જીતનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે ગામને જોડતા પાકા રોડની માંગ સાથે સાતલપુર તાલુકાના ગોખાતર ગામડી ના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતાં બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યા છે. જેને લઈને તાલુકામાં ખળ ભળાટ મચી જવા પામ્યો હતો.

સાતલપુર તાલુકા મથક વારાહી નજીક આવેલ ગોખાતર ગામડીમાં રહેતા ૩૦૦ ઘરના લોકો આઝાદી બાદ પોતાના ગામના પાકા માર્ગની રાહ જોઈને બેઠા છે. સાતલપુર તાલુકા ના લીમડા થી ગોખાતર ગામડી વચ્ચે બિસ્માર રોડ ને કારણેચોમાસા દરમિયાન ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગત વર્ષે ચોમાસામાં ગામના એક યુવાનને હૃદય રોગનો હુમલો આવતા રોડ ખરાબ હોવાના કારણે સરકારી સુવિધા ન મળી હતીઅને યુવાન એને ટ્રેક્ટર મારફતે લીમગામડા પહોંચાડવામાં આવ્યો હતો સમયસર યુવક હોસ્પિટલમાં ન પહોંચતા સારવારના અભાવે યુવકનું મોત નિપજ્યું હતું. અહીં રહેતા ગ્રામજનો દ્વારા ગામને જોડતા માર્ગને પાકો બનાવવા છેલ્લા કેટલાય વર્ષથી તંત્રમાં રજૂઆતો કરવામાં આવે છે.  ચૂંટણીઓ આવે ત્યારે અહીં મત માગવા આવતા નેતાઓ નવીન રોડ બનવવાની ખાતરી આપીને ગયા બાદ ફરી ક્યારે ડોકાતા ના હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. વર્ષોથી ગામને જોડતો માર્ગ બિસ્માર હોવાને કારણે ગામમાં આવવા જવા માટે વાહનો ન આવવાને કારણે ગ્રામજનોને મોટાભાગે પગપાળા મુસાફરી કરવી પડે છે. ગ્રામ્ય કક્ષાએ પાકા રોડ બનાવવા પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રની આડોડાઈને કારણે કેટલાક ગામો આજે પણ પાકા માર્ગ થી વંચિત રહી જવા પામ્યા છે. જેના કારણે ગ્રામજનોને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aYWYXa

0 Response to "સાંતલપુરના ગોખાતર ગામડીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel